પોડકાસ્ટ—કુશાગ્ર ભટ્ટ, અમદાવાદ
રાજપીપળાએ રાજવીઓની નગરી અને એક ઐતિહાસિક રાજા વેરીશાલજીની નગરી તરીકે પણ ઓળખાય છે. અહીં મા હરસિદ્ધિનું મંદિર વૈરીશાલજી મહારાજે આશરે 400 વર્ષ પહેલા બંધાવ્યું હતું. નર્મદા જીલ્લાના મુખ્ય મથક રાજપીપળા મુકામે આવેલ હરસિધ્ધિ માતાના મંદિરનું અનેરુ મહાત્મ્ય છે. આમ જોવા જઈએ તો હરસિધ્ધિ માતાનું મુખ્ય સ્થાન કોયલા ડુંગર પર છે જ્યાંથી માતા એ ઉજ્જૈન નગરીમાં વાસ કર્યો અને ત્યાંથી હરસિધ્ધિ માતાનો રાજપીપળામાં વાસ થયો.