પોડકાસ્ટ—કુશાગ્ર ભટ્ટ, અમદાવાદ
સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ડુંગર આવેલો છે. જેની પર મા ચામુંડા બીરાજમાન છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીં આવે છે. હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા. જેઓ અહીંના આજુબાજુના લોકોને ખૂબ જ ત્રાસ આપતા હતા. એ ત્રાસથી બચવા માટે લોકોએ અને ત્યાં રહેતા ઋષિમુનિઓએ આધ્યશક્તિની આરાધના કરી. ત્યારે આદિ આધ્યશક્તિ પ્રસન્ન થયા અને એ બે રાક્ષસોનો વધ કરવા માટે પૃથ્વી પર મહાશક્તિ રૂપે અવતરી આ બે રાક્ષસોનો નાશ કર્યો હતો. ત્યારથી મહાશક્તિ ચામુંડાના નામથી ઓળખાય છે. આ મંદિરમાં સમગ્ર ભારતમાંથી લોકો દર્શન અર્થે આવે છે. ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચા માતાએ પૂર્ણ કર્યા છે. કહેવાય છે કે ચોટીલાના ડુંગરે મા ચામુંડા હાજરા હાજુર છે.