+

હજારો ભક્તોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે ડભોડા હનુમાનજી મંદિર

ડભોડા હનુમાનજીનું મંદિર સ્વયંભુ હોવાની સાથે દક્ષિણાભિમુખ હોવાથી લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અલાઉદ્દીન ખિલજીએ કરેલા હુમલા બાદ પાટણના રાજાએ ડભોડામાં આશરો લીધો હતો. તે સમયે વિસ્તાર ગાઢ જંગલ હતું…
ડભોડા હનુમાનજીનું મંદિર સ્વયંભુ હોવાની સાથે દક્ષિણાભિમુખ હોવાથી લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અલાઉદ્દીન ખિલજીએ કરેલા હુમલા બાદ પાટણના રાજાએ ડભોડામાં આશરો લીધો હતો. તે સમયે વિસ્તાર ગાઢ જંગલ હતું .રાજાએ અહીં હનુમાનજી મંદિર બનાવ્યું હતું. અંગ્રેજોને પણ હનુમાનજી મહારાજના પરચા મળ્યા હતા. અંગ્રેજોના શાસનથી લઇ અત્યાર સુધી ભારતની રેલવે અહીં હનુમાનજી મહારાજને તેલ ચઢાવે છે. કહેવાય છે કે ડભોડા ક્ષેત્રને શ્રી જુગલદાસ મહારાજજીનો આશિર્વાદ હતો જે ખેડુતોને તીડના થતા હુમલાથી પાકને બચાવે છે. અહીં મેળો પણ ભરાય છે અને તેલનો અભિષેક કરવામાં આવે છે.
Whatsapp share
facebook twitter