જામનગરના બાલા હનુમાન મંદિરમાં 24 કલાક અખંડ રામધૂન ચાલે છે.બાલા હનુમાન નામથી આ મંદિરને સમગ્ર ભારતમાં ગૌરવશાળી સ્થાન અપાયું છે. અંદાજે 58 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીરામ જય રામ નો જાપ કરવામાં આવી રહ્યો છે. મંદિરની પરંપરા મુજબ કોઇ પણ ભક્ત આ ધૂનમાં સામેલ થઇ શકે. બાલા હનુમાન મંદિર ચમત્કારિક મનાય છે. 1964થી રામધૂનનો જાપ ચાલી રહ્યો છે જેથી મંદિરનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાયું છે. જામનગરમાં બાલા હનુમાનની સ્થાપના પ્રેમ ભિક્ષુજી મહારાજે 1963-64માં કરી હતી. અહીં નિરંતર રામધૂન 1961થી મહારાજશ્રીના કહેવાથી શુ કરી હતી જે પરંપરા આજે પણ ચાલે છે.