+

Surat માં લોકો થયા છે બેકાબૂ, શાંતિ પ્રિય ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયત્ન, પોલીસનો Action Mode On

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા લોકોએ મુસ્લિમ યુવકને પકડી પોલીસને સોંપ્યો લાલગેટ અને ચોક બજારમાં પોલીસ ઘટના સ્થળે પંડાલ સંચાલક યુવકોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ Surat: સુરતમાં શાંતિપૂર્ણ રીતે…
  1. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા
  2. લોકોએ મુસ્લિમ યુવકને પકડી પોલીસને સોંપ્યો
  3. લાલગેટ અને ચોક બજારમાં પોલીસ ઘટના સ્થળે
  4. પંડાલ સંચાલક યુવકોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

Surat: સુરતમાં શાંતિપૂર્ણ રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહીં હતી. આ દરમિયાન લોકો ધાર્મિક નારા પણ લગાવી રહ્યાં હતાં. આ દરમિયાન ચમરપંથીઓ દ્વારા ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. જેને લઈને Surat ની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ ઘટનાને લઈને હિંદુ સમુદાયના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે હજારોની સંખ્યામાં હિંદુ સમુદાયના લોકોએ પોલીસ સ્ટેશન પર ઘેરાવો કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી રહીં છે.

કોઈ પણ ચમરપંથીને છોડવામાં નહીંઃ Surat Police

સુરતમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે. આ સાથે સાથે પથ્થરમારો કરનારા પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે સાથે આગળની કાર્યવાહીના ભાગ રૂપે કોઈ પણ ચમરપંથીને છોડવામાં નહીં આવે તેવું સુરત પોલીસે જણાવ્યું છે. સુરત પોલીસ દ્વારા અત્યારે સારી એવી કામગીરી કરવામાં આવી રહીં છે. સુરતમાં શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે.

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ

સુરતના ગણપતિ પંડાલમાં પથ્થરમારા થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર વિસ્તારમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે. હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે, તમામ આરોપીઓને આજની રાત્રે જ ઝડપી પાડવા અને શાંતિ વિક્ષેપક તત્વોને તાત્કાલિક રીતે જેલમાં બંધ કરવામાં આવે.

લાલગેટ અને ચોક બજારમાં પોલીસ ઘટના સ્થળે હાજર

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે જ્યાં લોકોએ પથ્થરમારો કરનાર મુસ્લિમ યુવકને પકડીને પોલીસને સોંપી દીધા છે. લાલગેટ અને ચોક બજારમાં પોલીસ ઘટના સ્થળે હાજર છે. પંડાલ સંચાલક અને તેમના મિત્રોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે, અને સ્થાનિક યુવાનોએ સૈયદપુરા પોલીસ ચોકીની પણ ઘેરાવણી કરી છે. ધારાસભ્ય કાંતિ બલરે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, અને પંડાલ સંચાલક યુવકોને પણ સમાજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Whatsapp share
facebook twitter