+

Online Fraud : સાયબર ઠગોના ઘરમાંથી ATM મળ્યા…વાંચો, સમગ્ર મામલો

રાજસ્થાન (rajasthan)નો મેવાત વિસ્તાર ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) કરનારાઓનું મોટું હબ બની ગયું છે. ડીગ જીલ્લાના બે ગામોમાં પોલીસે પાડેલા દરોડામાં પોલીસને જે સામાન મળ્યો તે જાણીનો સહુ ચોંકી જશે.…

રાજસ્થાન (rajasthan)નો મેવાત વિસ્તાર ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) કરનારાઓનું મોટું હબ બની ગયું છે. ડીગ જીલ્લાના બે ગામોમાં પોલીસે પાડેલા દરોડામાં પોલીસને જે સામાન મળ્યો તે જાણીનો સહુ ચોંકી જશે. ઓનલાઈન છેતરપિંડી કરનારાઓએ રોકડ ઉપાડવા માટે ઘરમાં એટીએમ મશીન લગાવી દીધા હતા. પોલીસે શનિવારે જુરહરા પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગામ સબલગઢ અને બામનીમાં દરોડા પાડ્યા હતા. છેતરપિંડી કરનારાઓના ઘરોમાં એટીએમ મશીન મુકાયા હોવાની બાતમી મળતાં પોલીસે દરોડા પાડ્યા હતા.

4 એટીએમ મશીન મળ્યા

પોલીસે 4 એટીએમ મશીન, 10 એટીએમ કાર્ડ, 5 પીઓએસ (પોઈન્ટ ઓફ સેલ) મશીન, 4 નોટ કાઉન્ટીંગ મશીન, 2 લેપટોપ, 8 ચેકબુક, 3 બેંક પાસબુક અને 2,94,800 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. જો કે, દરોડો પડે તે પહેલા જ આરોપી સ્થળ પરથી નાસી ગયા હતા. પોલીસે 5 કેસ નોંધી આરોપીઓની શોધખોળ તેજ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, છેતરપિંડી કરનારાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોને છેતરતા હતા અને રોકડ ઉપાડવા માટે ઘરમાં જ એટીએમ મશીનો લગાવી દીધા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોને છેતરતા

પોલીસે જણાવ્યું હતું કે ઠગોએ એટીએમ મશીનો ગેરકાયદેસર રીતે ઇન્સ્ટોલ કર્યા હતા અને તેનો ઉપયોગ છેતરપિંડી માટે કરવામાં આવી રહ્યો હતો. તેમણે કહ્યું કે અલગ-અલગ સ્થળોએ પાડવામાં આવેલા દરોડા દરમિયાન 4 ગેરકાયદે એટીએમ મશીનો મળી આવ્યા હતા અને ફરાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 27 ઓક્ટોબરે જ્યારે PMOના નામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો ત્યારે દિલ્હીથી CBIની એક ટીમ પણ અહીં પહોંચી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારે પીએમઓમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ હોવાનો ઢોંગ કરીને તેની પાસેથી 5000 રૂપિયા લીધા હતા.

આ પણ વાંચો—ધનબાદમાં ગેરકાયદેસર ખાણકામે જીવ લીધો, બે લોકોના મોત, 10-12 ગુમ

Whatsapp share
facebook twitter