+

અંબાજી ખાતે મંત્રી મુળુભાઈ બેરાએ માતાજીના દર્શન કરી વન વિભાગના રેસ્ટ હાઉસનું લોકાર્પણ કર્યુ, મોહનથાળ પ્રસાદ મામલે પણ નિવેદન આપ્યું

અહેવાલ – શક્તિસિંહ રાજપુત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે સવારે પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા હતા. મંત્રીશ્રીએ માતાજીના દર્શન કર્યા બાદ…

અહેવાલ – શક્તિસિંહ રાજપુત

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે સવારે પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા હતા. મંત્રીશ્રીએ માતાજીના દર્શન કર્યા બાદ જી. એમ. ડી. સી. ગ્રાઉન્ડ રોડ પર વન વિભાગના રેસ્ટ હાઉસનું લોકાર્પણ કર્યુ હતું. ત્યારબાદ ગબ્બર રોડ પર તૈયાર કરાયેલ વન કવચનું નિરીક્ષણ કરીને વન વિભાગ દ્વારા વનોના સંવર્ધન અને જતન માટે કરવામાં આવેલ કાર્યોની સરાહના કરતા જણાવ્યું કે, આજે આદ્યશક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવું છું. ત્યારબાદ વન વિભાગના રેસ્ટ હાઉસનુ લોકાર્પણ કરવાનો પણ મોકો મળ્યો છે.

આ ઉપરાંત માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે તા. 5 મી જૂન, વિશ્વ પર્યાવરણના દિવસે લોકાર્પણ કરાયેલ વન કવચ ખુબ જ ટૂંકાગાળામાં સુંદર વન બન્યું છે. આજે સુંદર અને રમણીય વન કવચ જોઈને હર્ષની લાગણી થાય છે. સમગ્ર રાજ્યમાં આવા 85 જેટલાં વન કવચ બનાવાનું નક્કી કરવામાં આવ્યું છે. વન્યજીવો અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ રહી વિકાસના કામોને વેગ મળે એ માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે એમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સશ્રી એસ. કે. ચતુર્વેદી, અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી યુ. ડી. સિંઘ, મુખ્ય વન સંરક્ષકશ્રી એન. શ્રીવાસ્તવ, વન સંરક્ષકશ્રી ડૉ. બી. સૂચિન્દ્રા, સામાજિક વનિકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમારસિંઘ અને નાયબ વન સંરક્ષક (નોર્મલ) શ્રી પી. જે. ચૌધરી, અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી વિજય ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વન્યજીવો અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ રહી વિકાસના કામોને વેગ મળે એ માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે:–વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા

પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા નું અંબાજી ખાતે મોટું નિવેદન

અંબાજી ખાતે આવેલા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ મોહનથાળ પ્રસાદ મામલે અંબાજી મંદિર ખાતે નિવેદન આપ્યુ છે,મંત્રી નું મોટું નિવેદન યાત્રાધામ વિભાગ મારી પાસે નથી પણ આ વાત હું સરકારમા પહોચાડીશ.જીલ્લા કલેકટર અને વહીવટદારને સૂચન કરીશ અને યાત્રાધામ વિકાસ બોર્ડને વાત કરીશ આ સારું કામ છે અને સારું થતું હોય જ એ કરવાનુ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter