શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ માટે શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શનિવારના દિવસે 10 ફેબ્રુઆરીના રોજ 30 કિલોમીટરના અંતરમાં ગુજરાતના અને રાજસ્થાનના મુખ્યમંત્રી અલગ-અલગ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આબુરોડ બ્રહ્માકુમારી ખાતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંબાજી ખાતેના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.30 km અંતરમાં બે મુખ્યમંત્રી હાજર હતા.
આબુરોડ બ્રહ્માકુમારી શાંતિવન પરિસરમાં 25 મા રાષ્ટ્રીય મજુર અધિવેશનમાં રાજસ્થાનના CM ભજનલાલ શર્મા અને રાજ્ય સરકારના મંત્રી ઓટારામ દેવાસી સહિત ભાજપ આગેવાનો મજુર સંઘના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આબુરોડ બ્રહ્માકુમારી દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત મુખ્યમંત્રી
ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે અલગ-અલગ કાર્યક્રમમાં ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ હાજરી આપી હતી. ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ બપોરે ચિખલા હેલીપેડ ખાતે ઉતર્યા હતા l,ત્યારબાદ તેઓ અંબાજી મંદિરના દર્શન કરવા આવ્યા હતા.અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ પીએમ આવાસ યોજના ના શક્તિ વસાહતની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ દાંતા રોડ ખાતે આવેલા શક્તિ સશક્તિકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી મોટર માર્ગે જલોત્રા પહોંચ્યા હતા.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અગાઉ ઘણી વખત માં અંબાના દર્શન કરવા આવ્યા હતા. ગુજરાતના CM પણ અવારનવાર માં મન દર્શન કરવા માટે આવતા હોય છે.
અહેવાલ – શક્તિસિંહ રાજપુત
આ પણ વાંચો — KARSEVAK : વિશ્વ ઉમિયા ધામ ખાતે આજે રામ જન્મભૂમિ આંદોલનમાં જોડાયેલા કાર સેવકોનું સન્માન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ