+

Asia Cup 2023 : કેપ્ટન Rohit Sharma એ રચ્યો ઈતિહાસ, ODI માં બનાવ્યા 10 હજાર રન

ટીમ ઈન્ડિયાના કેપ્ટન Rohit Sharma એ એશિયા કપની સુપર 4 મેચમાં શ્રીલંકા સામે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ODIમાં 10,000 રન બનાવનાર છઠ્ઠો ભારતીય ખેલાડી બની ગયો…

ટીમ ઈન્ડિયાના કેપ્ટન Rohit Sharma એ એશિયા કપની સુપર 4 મેચમાં શ્રીલંકા સામે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ODIમાં 10,000 રન બનાવનાર છઠ્ઠો ભારતીય ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, એમએસ ધોનીએ આંકડો પાર કરવામાં સફળ રહ્યા છે. સચિન તેંડુલકર 18,426 રન સાથે પ્રથમ સ્થાન પર છે.

રોહિતે ODIમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો

એશિયા કપની સુપર 4 મેચમાં શ્રીલંકા સામે રોહિતે છઠ્ઠી ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારીને ODIમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો. રોહિત હવે ODIમાં સૌથી ઝડપી 10000 રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. ભારતીય કેપ્ટને 241મી ઇનિંગમાં ODIમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા. તેના પહેલા, ભારતના જે બેટ્સમેનોએ ODIમાં 10 હજાર રનનો આંકડો સ્પર્શ કર્યો તેમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, એમએસ ધોની અને રાહુલ દ્રવિડનો સમાવેશ થાય છે. હિટમેન ODI ક્રિકેટમાં 10000 રન પૂરા કરનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બન્યો છે. વિશ્વ ક્રિકેટમાં હવે 10,000 ODI રન બનાવનાર 15 બેટ્સમેનોમાં, રોહિતની સરેરાશ (હાલમાં 49.02) માત્ર કોહલી (57.62) અને ધોની (50.57) કરતાં સારી છે. રોહિતે અત્યાર સુધી વનડેમાં ત્રણ બેવડી સદી અને 30 સદી ફટકારી છે.

ભારત માટે સૌથી વધુ ODI રન: (ભારત ODIમાં 10,000 રન બનાવનાર બેટ્સમેન)

સચિન તેંડુલકર – 452 ઇનિંગ્સમાં 18426 રન

વિરાટ કોહલી – 267 ઇનિંગ્સમાં 12902* રન

સૌરવ ગાંગુલી – 297 ઇનિંગ્સમાં 11221 રન

રાહુલ દ્રવિડ – 314 ઇનિંગ્સમાં 10768 રન

એમએસ ધોની – 294 ઇનિંગ્સમાં 10599 રન

રોહિત શર્મા – 241 ઇનિંગ્સમાં 10000 રન.

રોહિત 10 હજાર રન પૂરા કરનાર ત્રીજો ભારતીય ઓપનર

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મંગળવારે કોલંબોમાં શ્રીલંકા સામે એશિયા કપ 2023 સુપર ફોર મેચ દરમિયાન 10,000 ODI રન પૂરા કર્યા. રોહિતે ફોર્મેટમાં તેની 241મી ઇનિંગ દરમિયાન સિક્સર વડે 23 રન પૂરા કર્યા બાદ આ માઇલસ્ટોન પાર કર્યો. 36 વર્ષીય આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બન્યો. ઈનિંગ્સના મામલે વિરાટ કોહલી બાદ બીજા સૌથી ઝડપી બેટ્સમેન બન્યા છે. તે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી પછી આ સીમાચિહ્ન સુધી પહોંચનાર ત્રીજા ભારતીય ઓપનિંગ બેટ્સમેન પણ છે. રોહિતે 2007માં બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે ડેબ્યૂ કર્યા બાદથી લગભગ 49ની સરેરાશથી 30 ODI સદી અને 50 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો – કોહલી વિરુદ્ધ ગંભીરની નફરત એકવાર ફરી છલકાઈ, જાણો શું કહ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter