Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એશિયા કપ 2022નો ખિતાબ શ્રીલંકાએ પોતાના નામે કર્યો, પાકિસ્તાન સામે મેળવી ભવ્ય જીત

05:59 AM Apr 17, 2023 | Vipul Pandya

શ્રીલંકાએ એશિયા કપ 2022નો ખિતાબ જીત્યો
શ્રીલંકાએ શાનદાર પ્રદર્શન કરીને એશિયા કપ 2022નો ખિતાબ જીતી લીધો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું. પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે બાબર આઝમ (5) અને ફખર ઝમાન (0)ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. પાકિસ્તાનની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ હતી. શ્રીલંકાએ એશિયા કપ ખિતાબ 6ઠ્ઠી વખત પોતાના નામે કર્યો છે.

શ્રીલંકાએ પાકિસ્તાનને જીતવા માટે 171 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ છ વિકેટે 170 રન બનાવ્યા હતા. ભાનુકા રાજપક્ષે 45 બોલમાં 71 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેણે છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વનિન્દુ હસરંગાએ 36 અને ધનંજય ડી સિલ્વાએ 28 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે ત્રણ વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાની જીતથી ખેલાડીઓમાં ભારે ખુશી જોવા મળી



ટોસ હાર્યા બાદ બેટિંગ માટે મેદાનમાં ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી. એક સમયે શ્રીલંકાએ 58 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ બાદમાં વાનિંદુ હસરંગા અને ભાનુકા રાજપક્ષેએ 58 રનની ભાગીદારી કરીને શ્રીલંકાને સંકટમાંથી ઉગાર્યું હતુ. હસરંગાએ 21 બોલમાં 36 રનની ઇનિંગ રમી જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. હસરંગાના આઉટ થયા બાદ પણ રાજપક્ષેએ પોતાની તોફાની બેટિંગ ચાલુ રાખી, જેના કારણે શ્રીલંકા 6 વિકેટે 170 રન સુધી પહોંચી શકી. ભાનુકા રાજપક્ષે 45 બોલમાં 71 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

એશિયા કપ 2022ના ફાઈનલ (Asia Cup 2022 Final) મુકાબલામાં આજે શ્રીલંકાનો સામનો પાકિસ્તાન (PAKvsSL) સાથે થશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં (Dubai International Cricket Stadium) રમાનારી આ મેચ પર દુનિયાભરના ક્રિકેટ રસિકોની નજર ટકેલી છે.  શ્રીલંકાની ટીમ જ્યાં 6ઠ્ઠી વખત ખિતાબ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે જ્યાકે પાકિસ્તાની પ્રયાસ ત્રીજી વખત આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

શ્રીલંકા (Srilanka) અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 22 t20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ દરમિયાન શ્રીલંકાએ 9 અને પાકિસ્તાને 13 મેચોમાં જીત મેળવી છે. એશિકા કપની વાત કરવામાં આવે તો  બંન્ને ટીમો વચ્ચે 16 મેચ રમાઈ છે. આ દરમિયાન શ્રીલંકાની ટીમે 11 વખત જીત મેળવી છે જ્યારે પાકિસ્તાન (Pakistan) માત્ર પાંચ મેચ જીતી છે.

દુબઈમાં (Dubai) ટૉસની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહી છે અને એવામાં પહેલા બેટિંગ કરનારી ટીમને નુંકસાન થાય છે. એમ પણ પાકિસ્તાન પહેલાં બેટિંગ કરીને સારું પ્રદર્શન નથી કરી શકતી. અગાઉ ભારત અને શ્રીલંકા વિરૂદ્ધ જે મેચ હારી છે તેમાં પહેલા બેટિંગ કરી હતી.