+

Vadodara માં 45 વર્ષ પહેલા ખેતીની ખાનગી જમીન પર કોઈ સૂચના વગર WAQF બોર્ડે કર્યો કબજો!

અમદાવાદમાં JPC ની બેઠકમાં ગૂંજ્યો વડોદરાની ખાનગી જમીનો મુદ્દો  અસદુદ્દિન ઔવેસી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી આમને-સામને ખેતીની ખાનગી જમીન પર WAQF બોર્ડે કબજો કર્યાનો દાવો વકફ સંશોધન બિલ અંગેની…
  1. અમદાવાદમાં JPC ની બેઠકમાં ગૂંજ્યો વડોદરાની ખાનગી જમીનો મુદ્દો 
  2. અસદુદ્દિન ઔવેસી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી આમને-સામને
  3. ખેતીની ખાનગી જમીન પર WAQF બોર્ડે કબજો કર્યાનો દાવો

વકફ સંશોધન બિલ અંગેની અમદાવાદ (Ahmedabad) ખાતે યોજાયેલી સંયુક્ત સંસદીય સમિતિની (JPC) બેઠકમાં અસદુદ્દિન ઔવેસી (Asaduddin Owaisi) અને ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી વચ્ચે આક્રમક દલીલો થઈ હતી. દરમિયાન, અસદુદ્દિન ઔવેસીએ કહ્યું હતું કે, ‘વકફ સંશોધન બિલ’ (Waqf Amendment Bill) ધાર્મિક અધિકારોનું હનન છે. જ્યારે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sandhvi) ગુજરાતમાં હિન્દુ ધાર્મિક સ્થાનો પર વકફ બોર્ડનાં જમીનો પર કબજાનાં ઉદાહરણ સાથે અસદુદ્દિન ઔવેસીને સણસણતો જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો – WAQF Board એ રાજ્ય સરકારનું જંગલ પણ પચાવ્યું! કહ્યું આ તો પીરનું જંગલ છે

અસદુદ્દિન ઔવેસીને હર્ષ સંઘવીનાં આકરા જવાબ

સંયુક્ત સંસદીય સમિતિની (JPC) બેઠકમાં AIMIM નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દિન ઔવેસીનાં નિવેદન પર જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, હિન્દુઓનાં ધાર્મિક સ્થળ દ્વારકામાં (Dwarka) હિન્દુઓની જમીન પર વકફ બોર્ડનો દાવો શું એ હિન્દુઓનાં ધાર્મિક અધિકારોનું હનન નથી ? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સુરતમાં (Surat) જનતાનાં ટેક્સનાં પૈસાની જમીન પર વકફ બોર્ડનો દાવો નાગરિક અધિકારોનું હનન નથી ? ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમાં આદિવાસી વ્યક્તિની ખેતી કે જંગલની જમીન પર વકફ બોર્ડનો (WAQF Board) કબજો એ આદિવાસીઓનાં અધિકારોનું હનન નથી ? ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યનાં અલગ-અલગ કિસ્સાઓનાં ઉદાહરણો આપીને અસદુદ્દિન ઔવેસીની બોલતી બંધ કરી દીધી હતી.

આ પણ વાંચો –ગુજરાત વકફ બોર્ડ અને JPCની બેઠક; Waqf (Amendment) Bill 2024 અંગે થઈ ચર્ચાઓ, જાણો કોણે શું કહ્યું

વડોદરામાં વડુ ગામની ખેતીની ખાનગી જમીન પર કબજો

JPC ની બેઠકમાં વડોદરાની (Vadodara) જમીનો મુદ્દે પણ ચર્ચામાં આવ્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે, વડોદરા જિલ્લાનાં પાદરા તાલુકામાં આવેલા વડુ ગામની સરવે નંબર 1022, 1059 અને 1060 ધરાવતી ખેતીની જમીન રજિસ્ટર્ડ વેચાણ ખત દ્વારા પટેલ મનજીભાઈ નાનજીભાઈએ ખરીદી હતી. તેમણે જમીન પર કૃષિ પ્રવૃત્તિઓ હાથ ધરી અને તેને બિનકૃષિમાં ફેરવી દેવામાં આવી હતી. વર્ષ 1979 માં WAQF બોર્ડે કોઈ પણ સૂચના કે સુનાવણીની તક આપ્યા વિના જ જમીનને WAQF મિલકત તરીકે જાહેર કરી દીધી હતી. ત્યારબાદ જમીનને WAQF બોર્ડનાં રજિસ્ટરમાં WAQF મિલકત તરીકે નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો – Ahmedabad : વકફ સંશોધન બિલ માટે રચાયેલ JCP આવતીકાલે ગુજરાતમાં, કરશે આ મહત્ત્વનું કામ!

Whatsapp share
facebook twitter