+

Arjun Modhwadia: અર્જૂન મોઢવાડિયાને ભાજપ આ લોકસભા બેઠક પરથી ઉતારશે ચૂંટણી મેદાનમાં ?

Arjun Modhwadia : ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ (Congress leader Arjun Modhwadia ) પક્ષના…

Arjun Modhwadia : ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ (Congress leader Arjun Modhwadia ) પક્ષના સભ્ય અને ધારાસભ્ય પદેથી રાજીનામું (Resign)આપી દિધુ છે.અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) એ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું (Assembly Speaker Shankar Chaudhary) આપી દીધું છે. ત્યારે હવે ભાજપ અર્જૂન મોઢવાડિયાને જૂનાગઢ બેઠક પરથી ટિકિટ આપે તેવી શક્યતાઓ છે.

 

જૂનાગઢ બેઠક પરથી ભાજપ અર્જૂન મોઢવાડિયાને ઉમેદવાર બનાવી શકે

જૂનાગઢ લોકસભા બેઠક પરથી ભાજપ અર્જૂન મોઢવાડિયાને ઉમેદવાર બનાવી શકે છે. જૂનાગઢ બેઠક પરથી સાંસદ રાજેશ ચુડાસમાનું પત્તું કપાઈ શકે છે. અર્જૂનભાઈ મેર સમાજમાંથી આવે છે. જૂનાગઢ લોકસભા બેઠક ઉપર મેર સમાજના મતો પણ મોટી સંખ્યામાં છે. ત્યારે જૂનાગઢ બેઠક પરથી ભાજપ અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપે તેવી શક્યતાઓ છે.

 

“રામ મંદિર બને તે સૌ લોકો ઇચ્છતા હતા” – અર્જૂન મોઢવાડિયા
તેમણે મુખ્યમાં ભગવાન રામ મંદિર વિશે વાત કરતાં કહ્યું હતું કે, રામ મંદિર બને તે ભારતના સૌ લોકો ઇચ્છતા હતા. પરંતુ કોંગ્રસે રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. જે અંગે મે અવાજ પણ ઉઠાવ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને નકારવાથી ભારતના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પાર્ટી લોકોની ભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે.

 

કોણ છે અર્જૂન મોઢવાડિયા

અર્જૂન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જૂન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી. અર્જૂન મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે. પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજનું વર્ચસ્વ છે.

 

આ  પણ  વાંચો  – કોંગ્રેસના મહારથી “અર્જુન” થયા પક્ષથી અલગ, કહ્યું ; “કોંગ્રેસ સાથેના બંધનમાંથી આજે મુક્ત થયો”

 

Whatsapp share
facebook twitter