+

TRAI DND 3.0 : શું તમારા મોબાઇલમાં આવે છે ફેક કોલ અને મેસેજ? આ સરકારી એપને કરી લ્યો ઇન્સ્ટોલ

TRAI DND 3.0 : દેશમાં અત્યારે તમામ લોકો માબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. સૌ કોઈ જાણે છે કે, તેમના ફોન અત્યારે અજાણ્યા નંબર પરથી કોલ અને મેસેજ આવતા હોય છે.…

TRAI DND 3.0 : દેશમાં અત્યારે તમામ લોકો માબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. સૌ કોઈ જાણે છે કે, તેમના ફોન અત્યારે અજાણ્યા નંબર પરથી કોલ અને મેસેજ આવતા હોય છે. એક રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે ચે ભારતમાં સરેરાસ રીતે વાત કરવામાં આવે તો 6 ફેક કોલ અને મેસેજ આવતા હોય છે. મોટાભાગના લોકોએ તેમના ફોન નંબર પર ડુ નોટ ડિસ્ટર્બ ચાલુ કરી દીધું છે પરંતુ તેમ છતાં અજાણ્યા નંબરો પરથી આવતા કૉલ્સ બંધ થઈ રહ્યા નથી. આનાથી છૂટકારો મેળવવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ DND એપ રજૂ કરી છે પરંતુ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ એપની મદદથી તમે અજાણ્યા નંબરોથી આવતા કોલ અને મેસેજને બ્લોક કરી શકો છો.

આ રીતે TRAI DND નો ઉપયોગ કરવો

  • તમારી પાસે એન્ડ્રોઇડ ફોન હોય તો ગૂગલ પ્લે સ્ટોરમાથીં TRAI DND 3.0 એપ ઈન્સ્ટોલ કરો
  • એપ ઈન્સ્ટોલ કર્યા બાદ ઓટીપીથી લોગઇન કરો
  • લોગ ઇન થયા પછી DND એપ્લિકેશન તમારા નંબર પર કામ કરવાનું શરૂ કરશે
  • ત્યાર બાદ અનિચ્છનીય કૉલ્સ અને મેસેજ પોતાની મેળે બ્લોક થઈ જશે
  • આ એપની મદદથી તમે કોઈપણ કોલ અથવા કોઈપણ નંબરની ફરિયાદ કરી શકશો

DND ના નવા વર્ઝનમાં શું બદલાવ કરવામાં આવ્યો?

તમને જણાવી દઈએ કે, TRAI ની DND એપ ઘણી જૂની છે પરંતુ તેમાં ઘણી સમસ્યાઓ હતી. હમણાં જ ટ્રાઈએ આ બાબતે કહ્યું હતું કે, DND એપમાં આવતી ખામીઓને સુધારવા માટે ઘણું બધું કામ કરવામાં આવ્યું છે. DND એપ્સમાં પહેલા ઘણા બગ્સ હતા જે હવે ઠીક કરવામાં આવ્યા છે. હવે આ એપમાં કોઈ બગ નથી. હવે તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.

આ પણ વાંચો : Truecaller New Feature :Truecaller એ AI નું નવું ફીચર કર્યું લોન્ચ,આ રીતે કરો એક્ટિવ

આ પણ વાંચો : SIM card: તમારા નામે કોણ સિમ કાર્ડ વાપરે છે? જાણવું હોય તો આ રહીં તમામ માહિતી

આ પણ વાંચો : સામાન ખરીદો અને ખરાબ નીકળે તો આ રીતે તમે કરી શકો છો ફરિયાદ

Whatsapp share
facebook twitter