+

નિયમો તોડવા માટે બને છે કે કાબૂમાં રાખવા માટે?

સારે નિયમ તોડ દો... નિયમ પે ચલના છોડ દો... ખૂબસુરત ફિલ્મનું આ ગીત જ્યારે જ્યારે નિયમોને તોડવાની વાત આવે ત્યારે યાદ કરવામાં આવે છે. નિયમો શેના માટે બને છે? એનો એક સીધો જવાબ છે, તોડવા માટે. નિયમ, પાબંદી, દબાવ આ એવા શબ્દો છે જે કોઈને ક્યારેય પાળવા નથી ગમતાં. કેટલીક ઉંમર અને કેટલીક બાબતો એવી હોય છે જેમાં તમારે નિયમોને આધીન થઈને રહેવું પડે છે. નિયમો છે તો ઘણું બધું સચવાયેલું રહે છે. નિયમ છે તો જિ
સારે નિયમ તોડ દો… નિયમ પે ચલના છોડ દો… ખૂબસુરત ફિલ્મનું આ ગીત જ્યારે જ્યારે નિયમોને તોડવાની વાત આવે ત્યારે યાદ કરવામાં આવે છે. નિયમો શેના માટે બને છે? એનો એક સીધો જવાબ છે, તોડવા માટે. નિયમ, પાબંદી, દબાવ આ એવા શબ્દો છે જે કોઈને ક્યારેય પાળવા નથી ગમતાં. કેટલીક ઉંમર અને કેટલીક બાબતો એવી હોય છે જેમાં તમારે નિયમોને આધીન થઈને રહેવું પડે છે. નિયમો છે તો ઘણું બધું સચવાયેલું રહે છે. નિયમ છે તો જિંદગીથી માંડીને ઓફિસ વ્યવસ્થિત ચાલે છે. કેટલીક વખત નિયમો તોડવાની મજા આવે પરંતુ કોઈવાર નિયમો તોડવાની સજા પણ મળતી હોય છે. સ્કૂલના દિવસોમાં દરેક વ્યક્તિએ કોઈ વખત તો શિસ્તનો ભંગ કર્યો જ હોય છે. સ્કૂલના દિવસો એવા હોય છે કે, ત્યાં નિયમોને તોડવાનો એક અલગ જ ચાર્મ હોય છે, રોમાંચ હોય છે.  
ઉત્તર પ્રદેશના બાળ અધિકાર સંરક્ષણ આયોગના ડૉક્ટર સુચિતા ચર્તુવેદીએ જિલ્લા અધિકારીઓને એક પત્ર મોકલ્યો છે. જેમાં લખ્યું છે કે, બગીચા, શોપીંગ મોલ, રેસ્ટોરન્ટ અને જાહેર જગ્યાઓએ સ્કૂલ ડ્રેસમાં જો કોઈ બાળકો આવે તો એમને પ્રવેશ ન આપવો. તેમનું કહેવું એવું છે કે, બાળકો શાળાના સમયે જાહેર જગ્યાઓએ ફરતા હોય તો એમની સાથે અઘટિત ઘટના ન બને અથવા તો એ રોકવા માટે આ પ્રકારનો પ્રતિબંધ જરુરી છે.  
આ વિચિત્ર આદેશથી વિદ્યાર્થીઓમાં જુદી જુદી લાગણીઓ પ્રતિભાવ સ્વરુપે આવી રહી છે.  વાલીઓના પણ મિશ્ર પ્રતિભાવો મળી રહ્યાં છે. સ્ટુડન્ટ્સનું કહેવું છે કે, શું સ્કૂલ ડ્રેસમાં પ્રવેશ નહીં મળે તો અમારી પાસે બીજા રસ્તા નથી એમ માને છે કાયદા બનાવનારા? સ્કૂલમાં કાર્યક્રમો હોય છે ત્યારે અમે સ્કૂલ બેગમાં બીજાં કપડાં લઈને જ ઘરેથી આવીએ છીએ. સ્કૂલના ટોયલેટમાં કે કલાસરુમમાં સ્કૂલ ડ્રેસ ચેન્જ કરીને સ્કૂલની કોમ્પિટિશન કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ. નિયમો તોડીને અમારે બહાર જવું હોય તો અમે આ જ વસ્તુ મિત્રની કારમાં કે જાહેર ટોયલેટમાં જઈને પણ કપડાં બદલીને રેસ્ટોરન્ટ, પાર્ક કે મોલમાં જઈ જ શકીએ એમ છીએ.  
આવો આદેશ આપવાનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓ સાથે બનતી અઘટિત ઘટનાઓ ઓછી કરવાનું છે. તેની સામે એક વાલીએ એવું કહ્યું કે, કાયદો વ્યવસ્થા મજબૂત બનાવો કે સ્કૂલ ડ્રેસમાં હોય કે સાદાં કપડાંમાં કોઈની સાથે કંઈ અઘટિત બને જ નહીં!  
દલીલ તો આ પણ ખોટી નથી. નિયમો કાબૂમાં રાખવા માટે બનતા હોય છે પરંતુ, નિયમો તોડવા માટે પણ બનતા હોય છે એ વાતને અવગણી ન શકાય. બીજી વાત એ છે કે, બંધનમાં જેટલું રાખો એટલું મુક્ત થવાની બધાંને તાલાવેલી હોય છે. સામી બાજુ એ હકીકત છે કે, વિદ્યાર્થી જીવનમાં નિયમોને આધીન રહેવાથી કારકિર્દી વધુ ઉજળી બને છે. જો નિયમો ન હોય તો ઘણું બધું વિખેરાઈ જતું હોય છે. કેટલાંક નિયમો સ્ટુડન્ટ લાઈફ, કરિયર, ઓફિસ માટે જરુરી હોય છે. ઘરમાં પણ કેટલાંક હોય છે. જો નિયમો ન હોય તો ઘર પણ વેરવિખેર લાગે છે. દરેક વસ્તુની એક લિમિટ હોય છે. આ મર્યાદા એટલે નિયમોને આધીન રહેવું. નિયમો ન હોય તો મુક્તિની મજા નથી. 
નિયમો હોય કે ન હોય પણ પોતાની જાત માટે કેટલાંક નિયમો જરુરી હોય છે. જાત માટેના નિયમો માટે કોઈ અધિકારી કે શિક્ષક નથી હોતાં. આપણે જ આપણાં ઓબ્ઝર્વર અને આપણે જ આપણાં જજ બનવાનું હોય છે. નિયમો વગરની જિંદગીમાં પણ મજા નથી. જેમ આખું અઠવાડિયું ભણ્યાં કે નોકરી કર્યા બાદ રવિવારની રજાની મજા છે એવું જ આ નિયમોનું છે. હા, કોઈવાર નિયમો તોડી નાખવાથી કંઈ ખાટુંમોળું નથી થતું હોતું. નિયમો કે ડિસિપ્લીન તોડવાથી કોઈને નુકસાન જતું હોય તો વિચારવું પડે. સરવાળે તમારી સમજશક્તિ હોય એ રીતે નિયમોનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થીકાળમાં થોડાંક નિયમો, બંધનો, ડિસીપ્લીન હોવી જરુરી છે એ વાત તો કોઈ ના ન પાડી શકે.  
Jyotiu@gmail.com
Whatsapp share
facebook twitter