+

CM મમતા સૌરવ ગાંગુલીની તરફેણમાં PM મોદીને કરી અપીલ: કહ્યું ICC ઇલેક્શન લડવાની મંજૂરી મળે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee)એ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને લઈને પીએમ મોદી(PM Modi)ને ખાસ અપીલ કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે હું પીએમને વિનંતી કરું છું કે તે સુનિશ્ચિત કરે કે સૌરવ ગાંગુલીને ICCની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવે. મમતા બેનર્જીએ કહ્યું કે ભારત સરકારને વિનંતી છે કે રાજકીય રીતે નિર્ણય ન લે, પરંતુ ક્રિકેટની રમત માટે આ નિર્ણય લે. સૌરવ ગાંગુલી કોઈ રાજકીય પક્ષના સàª
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee)એ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને લઈને પીએમ મોદી(PM Modi)ને ખાસ અપીલ કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે હું પીએમને વિનંતી કરું છું કે તે સુનિશ્ચિત કરે કે સૌરવ ગાંગુલીને ICCની ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવે. મમતા બેનર્જીએ કહ્યું કે ભારત સરકારને વિનંતી છે કે રાજકીય રીતે નિર્ણય ન લે, પરંતુ ક્રિકેટની રમત માટે આ નિર્ણય લે. સૌરવ ગાંગુલી કોઈ રાજકીય પક્ષના સભ્ય નથી. મહત્વપૂર્ણ છે કે ગાંગુલીને બીસીસીઆઇ(BCCI)ના અધ્યક્ષ પદેથી તાજેતરમાંજ દૂર કરવામાં આવ્યા છે. 
સૌરવ ગાંગુલીને આ રીતે હટાવવાથી દુઃખી છું 
બંગાળ સી.એમ. મમતા બેનર્જીએ કહ્યું કે સૌરવ ગાંગુલીને ખોટી રીતે અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, હું ખૂબ જ દુઃખી છું. સૌરવ ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ છે. તે ભારતીય ટીમના કપ્તાન હતા. તેમણે દેશને ઘણું આપ્યું છે. તેઓ માત્ર બંગાળનું જ નહીં પરંતુ ભારતનું ગૌરવ છે. તેમને આ રીતે હટાવવા યોગ્ય નથી. 
રોજર બિન્ની સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે
મીડિયા અહેવાલો અનુસાર,પૂર્વ કપ્તાન  સૌરવ ગાંગુલી બોર્ડના વડા તરીકે ચાલુ રહેવા ઇચ્છતા હતા, પરંતુ તેમને અન્ય સભ્યોનું સમર્થન મળ્યું ન હતું. રોજર બિન્ની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે. સૌરવ ગાંગુલી 2019માં BCCIના અધ્યક્ષ બન્યા. તેઓ 18 ઓક્ટોબરે તેમનું પદ છોડવાના છે.
ગાંગુલી CAB ચૂંટણી લડશે
સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે તેઓ BCCIના પ્રમુખ પદનો ત્યાગ કર્યા બાદ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ પદ માટે ચૂંટણી લડશે. આ દરમિયાન આઈસીસી અધ્યક્ષ માટે પણ ચૂંટણી યોજાઈ રહી છે. ICC અધ્યક્ષ માટે નોમિનેશન 20 ઓક્ટોબરે ભરાવવાનું છે.
 આ પણ વાંચો- 
Whatsapp share
facebook twitter