Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અનુપમા અને અનુજના લગ્ન, ફેરાનો વિડીયો થયો વાયરલ

04:27 PM Jul 04, 2023 | Vipul Pandya

દર્શકોના પસંદીતા શો અનુપમામાં લગ્નનો ટ્રેક  ઘણાં દિવસોથી ચાલી રહ્યો છે, જે દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને દરેક હવે અનુપમા અને અનુજને પતિ-પત્ની તરીકે જોવાની રાહ જોઈ રહ્યા છે. 
 ચાહકો અનુપમા અને અનુજના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો લાંબા સમયથી બંનેના લગ્નની રાહ જોઈ રહ્યાં હતા અને હવે આખરે અનુજ અને અનુપમા એક થઈ ગયા છે. વાસ્તવમાં અનુપમાના સેટ પરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અનુજ અને અનુપમાના લગ્નનો સીન દેખાઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અનુજ અનુપમાની માંગમાં સિંદૂર લગાવી રહ્યો છે અને તેને  મંગળસૂત્ર પણ પહેરાવે છે. 
અનુપમાના સેટ પરથી એક વીડિયો વાયરલ
આ વીડિયો જોઈને ચાહકો એટલા ખુશ છે કે દરેક કોમેન્ટ સેક્શનમાં બંનેને અભિનંદન આપી રહ્યા છે. એટલું જ નહીં,  લોકો હવે ટીવી પર આ સીન જોવા માટે બેતાબ છે. બંનેના વેડીંગ અટાયરની વાત કરીએ તો અનુજે રેડ કલરની શેરવાની પહેરી છે અને તેની સાથે તેણે ગ્રીન કલરનો સાફો પહેર્યો છે. તો, અનુપમાએ સફેદ અને લાલ રંગની સાડી પહેરી છે. આ સાથે અનુપમાએ હેવી જ્વેલરી પણ પહેરી છે. દુલ્હન તરીકે અનુપમા ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો અનુપમાની સુંદરતાના ખૂબ વખાણ કરી રહ્યા છે. બાય ધ વે, વિડીયોમાં તમે વનરાજને પણ જોશો કે તે આ બંનેને જુએ છે અને તેમના હાવભાવ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ આ લગ્નથી ખૂબ નાખુશ છે. તમને જણાવી દઈએ કે લગ્નના સીન દરમિયાન અનુપમા માતાની ફરજ પણ નિભાવશે. તે બધાને કહેવા માંગે છે કે એક માતા તેની જવાબદારીમાંથી ક્યારેય છટકી શકતી નથી. ભલે તે બીજાં લગ્ન કરે. તે બાળકોને કહે છે કે ભલે તે અને અનુજ પરિણીત છે, તેમ છતાં તે તેના બાળકોને ક્યારેય ભૂલી શકશે નહીં.
અનુપમા વિશે જણાવી દઈએ કે આ શોને લોકો અત્યારે ખૂબ પસંદ કરે છે. આ શો ટીવીના ટોપના શોમાંનો એક છે. આ શો તેની શરૂઆતથી જ TRP ચાર્ટમાં ટોપ પર છે. ફિલ્મની સ્ટોરીલાઇન અને અનુપમાના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. જણાવી દઈએ કે આ શોમાં રૂપાલી ગાંગુલી અનુપમાનું પાત્ર ભજવી રહી છે. અનુજ તરીકે ગૌરવ ખન્ના, કાવ્યા તરીકે મદાલસા શર્મા અને વનરાજ તરીકે સુધાંશુ પાંડે છે. બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે આ શોને મળી રહેલા જબરદસ્ત રિસ્પોન્સને કારણે મેકર્સે તેનું OTT વર્ઝન અનુપમા ચલી અમેરિકા ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કર્યું છે. આ શોને પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તેને જબરદસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે.