+

ગુજરાતમાંથી વધુ એક તિકડમબાજની પોલીસે કરી ઘરપકડ, સરકારી નોકરી આપવાના બહાને…

ગુજરાતમાં છેતરપિંડીના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ભેજાબાજે પાલિકામાં ઉપશાસનાધિકારી, પ્રિન્સિપાલ, શિક્ષક તેમજ કલાર્ક તરીકે નોકરી અપાવવાની લાલચ આપી 9 લોકો પાસે 20 લાખથી વધુની રકમ…

ગુજરાતમાં છેતરપિંડીના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ભેજાબાજે પાલિકામાં ઉપશાસનાધિકારી, પ્રિન્સિપાલ, શિક્ષક તેમજ કલાર્ક તરીકે નોકરી અપાવવાની લાલચ આપી 9 લોકો પાસે 20 લાખથી વધુની રકમ પડાવી છે. પોલીસે ભેજાબાજ અમિત મિસ્ત્રીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

મળતી જાણકારી અનુસાર, ડિંડોલી તળાવ પાસે ક્રિષ્ના રોહાઉસમાં રહેતા શ્રીનિવાસુલુ બસવરાંજ આડિકી નામના શિક્ષક સાથે છેતરપિંડી કરી છે. ભજબાજે શ્રીનિવાસુલુ પાસેથી થોડા થોડા કરીને 1.30 લાખ પડાવી લીધા હતા. તે ઉપરાંત શ્રીનિવાસુલુના સગાંસંબંધી અને મિત્રો પણ અમિત મિસ્ત્રીના જાળમાં ફસાઈ ગયા હતા. ભાંડો ફૂટી જતાં અમિતે કેટલાક રૂપિયા પણ પરત આપેલ છે. આ બાબત અંગે શ્રીનિવાસુલુએ ફરિયાદ આપતા પોલીસે ઠગાઇનો ગુનો નોંધ્યો હતો

મહત્વનું છે કે, આ બાબતે ડિંડોલી પોલીસ મથકના પીએસઆઇ મસાણી અને તેમની ટીમે આરોપી અમિત કિશોરકુમાર મિસ્ત્રીની બારડોલીના બાબેન ગામે આવેલા લેક પેલેસથી ધરપકડ કરી હતી. ગોપીપુરાનો વતની અમિતનો પરિવાર અડાજણમાં રહે છે. પોલીસ હરકતમાં આવતા તે બારડોલીના ભાડાના મકાનમાં રહેતો હતો. અમિત મિસ્ત્રી પાલિકા કચેરીમાં પડયો પાથર્યો રહેતો હોય પાલિકાના કોઇ સ્ટાફની સંડોવણી છે કે કેમ તે જાણવા પોલીસે અમિતના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આરોપી અમિત મિસ્ત્રીએ પાલિકાના વિવિધ વિભાગોના જોઇનિંગ લેટરનું કોમ્પ્યુટર પર ડુપ્લિકેશન કર્યુ હતુ. જે લેટર થકી તે લોકોને ભરમાવતો હતો. વધુમાં અમિત અગાઉ કાપડ દલાલ તરીકે કામ કરતો હતો. તેને કાપડ માર્કેટમાં પણ ઠગાઇ કરી હોવાની આશંકા છે.

આ પણ વાંચો : સુરત હીરા ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો, યુરોપિયન દેશો દ્વારા રફ હીરા પર પ્રતિબંધ લદાયો

Whatsapp share
facebook twitter