Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દેશમાં Monkeypox નો બીજો કેસ નોંધાયો, શું ખતરનાક બની રહ્યો છે આ વાયરસ?

09:09 PM Sep 18, 2024 |
  1. 38 વર્ષીય વ્યક્તિને monkeypox ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ
  2. આફ્રિકાથી આવતા પ્રવાસીઓ માટે ચેકઅપ ફરજિયાત
  3. બેંગલુરુ એરપોર્ટ પર હાઈએલર્ટ અને ક્વોરન્ટાઇન

ભારતમાં Monkeypox ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી પછી, હવે કેરળના મલપ્પુરમ જિલ્લામાં Monkeypox નો બીજો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ વ્યક્તિ દુબઈથી પરત આવ્યો હતો, અને તેના ટેસ્ટ દરમિયાન Monkeypox ની પુષ્ટિ થઈ હતી. સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા Monkeypox ના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને તાકીદના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

આફ્રિકાથી આવતા પ્રવાસીઓ માટે ચેકઅપ ફરજિયાત…

Monkeypox ના કેસો આફ્રિકન દેશોમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, અને ભારતમાં આફ્રિકાથી આવતા પ્રવાસીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સરકાર દ્વારા આફ્રિકા અને અન્ય અસરગ્રસ્ત દેશોથી આવનારા પ્રવાસીઓ માટે ચેકઅપ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બેંગલુરુ એરપોર્ટ પર રોજના લગભગ બે હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેથી શંકાસ્પદ કેસોને તાત્કાલિક ઓળખી શકાય.

બેંગલુરુ એરપોર્ટ પર હાઈએલર્ટ અને ક્વોરન્ટાઇન…

Monkeypox ના વધતા જોખમને ધ્યાને રાખીને બેંગલુરુ એરપોર્ટને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યું છે. તમામ શંકાસ્પદ કેસોને તાત્કાલિક 21 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે, જેથી આ વાઈરસનું વધુ પ્રસારણ અટકાવી શકાય. આરોગ્ય વિભાગની ટીમો સતત ચકાસણી અને દેખરેખમાં છે, અને દેશને આ ભયાનક બીમારીથી બચાવવા માટે દરેક તકેદારી અપનાવી રહી છે.

આ પણ વાંચો : MP Accident : Jabalpur માં ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત, 7 લોકોના મોત, 10 ની હાલત ગંભીર

કેરળ આરોગ્ય વિભાગે શું કહ્યું…

કેરળના આરોગ્ય વિભાગે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના ઉત્તરી મલપ્પુરમ જિલ્લામાં સારવાર લઈ રહેલા 38 વર્ષીય વ્યક્તિને monkeypox (Mpox) ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હાલમાં જ UAE થી રાજ્યમાં આવેલો આ વ્યક્તિ Mpox ના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ હતો.” જ્યોર્જે લોકોને વિનંતી કરી હતી, જેમાં કોઈ પણ લક્ષણો સાથે વિદેશથી આવતા લોકોનો સમાવેશ થાય છે, તેઓને જાણ કરે અને વહેલી તકે સારવાર લે. વ્યક્તિએ લક્ષણોની નોંધ લેતા, પોતાને તેના પરિવારથી અલગ કરીને સાવચેતીનાં પગલાં લીધાં હતાં અને હાલમાં તેને મંજેરી મેડિકલ કોલેજમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ માણસના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અને બુધવારે પરિણામો પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચો : Mpox : 21 દિવસનું ક્વોરેન્ટાઇન અને ટેસ્ટિંગ; દેશનું આ એરપોર્ટ હાઈ એલર્ટ પર કેમ આવ્યું?

MPOX શું છે?

Mpox એ એક નવો વાયરસ છે જે અગાઉ Monkeypox તરીકે ઓળખાતો હતો. આ વાયરસનો પ્રથમ કેસ આફ્રિકામાં જોવા મળ્યો હતો. હાલમાં, વિશ્વના ઘણા દેશોમાં તેના દર્દીઓની પુષ્ટિ થઈ રહી છે.

એમપોક્સના પ્રારંભિક લક્ષણો આ પ્રમાણે છે…

  • તાવ
  • શરીર પર ફોલ્લીઓ
  • સોજો આવવો
  • માથાનો દુખાવો
  • પીઠ અને સ્નાયુમાં દુખાવો
  • થાક લાગવો

આ પણ વાંચો : Delhi માં ઘર કેવી રીતે ધરાશાયી થયું? 3 ના મોત, 14 ઘાયલ, વીડિયોમાં જુઓ ભયાનક દ્રશ્ય