+

ચૂંટણી પહેલા કોંગ્રેસને આજે વધુ એક ઝટકો, MLA ભગા બારડ છોડશે કોંગ્રેસનો હાથ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)પહેલા કોંગ્રેસ(Congress)ને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. ત્યારે  સમાચાર મળી  રહ્યા  છે  કે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ (Bhaga Barad) ભાજપમાં આવતી કાલે  કેસરીઓ  ધારણ  કરશે. ભગા બારડ તાલાળાના ધારાસભ્ય છે. જે પોતાના પંથકમાં બહોળી લોકચાહના ધરાવે છે. કોંગ્રેસના આ કદાવર નેતા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેઑ આવતીકાલે સવારે કમલà
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)પહેલા કોંગ્રેસ(Congress)ને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. ત્યારે  સમાચાર મળી  રહ્યા  છે  કે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ (Bhaga Barad) ભાજપમાં આવતી કાલે  કેસરીઓ  ધારણ  કરશે. ભગા બારડ તાલાળાના ધારાસભ્ય છે. જે પોતાના પંથકમાં બહોળી લોકચાહના ધરાવે છે. કોંગ્રેસના આ કદાવર નેતા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેઑ આવતીકાલે સવારે કમલમમાં સત્તાવાર રીતે ભાજપમા  જોડાશે.  
ગીર સોમનાથમાં કોંગ્રેસને વધુ એક ઝટકો
ચુંટણી અગાઉ કોંગ્રસમાં મોટી ઊથલપાથલ સર્જાઇ છે અને કોંગ્રેસના કદાવર નેતા ગણાતા ધારાસભ્ય મોહન રાઠવાએ આજે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આજે તેમણે કમલમ ખાતે પોતાના સમર્થકો સાથે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. ભાજપ નેતા દિલીપ સંઘાણી, પ્રદીપસિંહ વાઘેલા સહીતના ભાજપના નેતાઑએ તેમને કેસરીયો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિસાવદરના ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદ રિબડિયા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાઇ ગયા છે. બાદમાં આજે આદિવાસી સમાજમાં બહોળી ચાહના ધરાવતા નેતા મોહન રાઠવા પણ ભાજપના રંગે રંગાયા છે. હવે તાલાળાના કોંગ્રેસના સીટિંગ MLA ભગવાન બારડ રાજીનામું આપે તેવી માહિતી સામે આવતા કોંગ્રેસમાં એક સાંધે ત્યા તેર તૂટે તેવી સ્થિતિ જન્મી છે.
કોંગ્રેસ MLA મોહન રાઠવા ભાજપમાં કહ્યું.
આ દરમિયાન ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ભાજપમાં જોડાયા બાદ મોહન રાઠવાએ જણાવ્યું હતું કે કમલમમાં આવવાનો મોકો મળ્યો અને ભાજપમાં જોડાવું મારુ સૌભાગ્ય છે. કોંગ્રેસમાં ઘણા વર્ષો કામ કર્યું પણ સમય સમય બળવાન હોવાનું જણાવી મોહન રાઠવાએ કહ્યું હતું કે, આગામી સમયમાં વિકાસના કામો સાથે મળીને કરશું તેમ પણ ઉમેર્યું હતું. વધૂમાં દિલીપ સંઘાણીના લીધે મને આ તક મળી હોવાનું મોહન રાઠવાએ કહ્યું હતું.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ – જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter