Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગણેશ પંડાલ પર કાંદા અને બટાકા ફેકાયાઃ સૂત્ર

09:24 PM Sep 10, 2024 |
  1. સુરતમાં ફરી એકવાર કાંકરીચારાની ઘટના બની
  2. ગણેશ પંડાલ પર ફેકવામાં આવ્યા કાંદા અને બટાકાઃ સૂત્રો
  3. ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા

Surat: સુરતમાં ફરી એકવાર સુરતમાં કાંકરીચારાની ઘટના આવી સામે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વરિયાળી બજાર નજીક કોળી વાળમાં ઘટના બની છે. વિગતો એવી સામે આવી છે કે, ગણેશ પંડાલ પર કાંદા અને બટાકા ફેંકાવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, ગતરોજ પણ આ જ રીતની ઘટના સામે આવી હતી અને જેના કારણે સુરતમાં મોડી રાત્રે પરિસ્થિતિ વણસી હતી. જો કે, ત્યારે તો પોલીસ દ્વારા ઘટના પર કાબૂં મેળવી લેવામાં આવ્યો હતો.

મોડી સાંજે ગણેશ પંડાલ પર કાંદા અને બટાકા ફેંકવામાં આવ્યાં

આજે ફરી મોડી સાંજે ગણેશ પંડાલ પર કાંદા અને બટાકા ફેંકવામાં આવ્યાં છે. સુરતમાં ફરી એકવાર ઘટના બનતા પોલીસને જાણ કરાવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા અને તપાસ હાથ ધરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.