- નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે
- અનામત વિરોધી આંદોલનના સંયોજક નાહિદ ઈસ્લામની જાહેરાત
- મોહમ્મદ યુનુસને 2006 માં નોબેલ પુરસ્કાર મળ્યો
Mohammad Yunus : બાંગ્લાદેશમાં ગયા મહિનાથી ચાલી રહેલા અનામત વિરોધી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટે રાજીનામું આપી દીધું હતું. આ સાથે તે દેશ છોડીને ભારત આવી ગયા છે. તે ઢાકાથી અગરતલા થઈને ભારત પહોંચ્યા હતા. તેમનું C-130 ટ્રાન્સપોર્ટ પ્લેન સાંજે 6 વાગ્યે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર પહોંચ્યું હતું. ત્યાર બાદ એનએસએ અજીત ડોભાલે તેમને એરબેઝ પર લગભગ એક કલાક સુધી મળ્યા હતા. દરમિયાન એવી ચર્ચા છે કે શેખ હસીના લંડન અથવા ફિનલેન્ડ જઈ શકે છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ (Mohammad Yunus ) ના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે
બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું કે અમે વચગાળાની સરકાર બનાવીશું
હસીનાએ દેશ છોડતાની સાથે જ બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું કે અમે વચગાળાની સરકાર બનાવીશું. તેમણે કહ્યું કે તેઓ તમામ પક્ષો સાથે બેઠક કરીને દેશમાં વચગાળાની સરકાર બનાવશે. આર્મી ચીફ વકાર ઉઝ જમાને કહ્યું કે અનામત આંદોલન દરમિયાન માર્યા ગયેલા લોકોને ન્યાય મળશે.
નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે
અનામત વિરોધી આંદોલનના સંયોજક નાહિદ ઈસ્લામે મંગળવારે સવારે કહ્યું કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મોહમ્મદ યુનુસ કોણ છે જે બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન બનશે.
આ પણ વાંચો—–Bangladesh માં જેલમાંથી ભાગ્યા આતંકી..ભારત એલર્ટ…
2006 માં નોબેલ પુરસ્કાર મળ્યો
મોહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940ના રોજ થયો હતો. તેઓ બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી, બેંકર, સામાજિક ઉદ્યોગસાહસિક અને નાગરિક સમાજના નેતા છે. વર્ષ 2006માં તેમણે ગ્રામીણ વિકાસ બેંકની સ્થાપના કરી. આ માટે તેમને 2006માં જ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નોબેલ સિવાય યુનુસને બીજા ઘણા એવોર્ડ મળ્યા છે. તેમને 2009માં પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ અને 2010માં કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે.
ખેડૂતો માટે ગ્રામીણ બેંકની સ્થાપના
યુનુસે 1961 થી 1965 દરમિયાન બાંગ્લાદેશની ચિત્તાગોંગ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું. આ પછી તેમણે ગ્રામીણ બેંકની સ્થાપના કરી અને બાંગ્લાદેશમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે માઇક્રો લોન શરૂ કરી. તેમણે 2007માં નાગરિક શક્તિ નામનો રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો. આ સિવાય તેમને શ્રમ કાયદાના ભંગ બદલ 6 મહિનાની જેલની સજા પણ કરવામાં આવી હતી.
સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના ચાન્સેલર પણ રહી ચૂક્યા
મોહમ્મદ યુનુસ 2012માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. તેઓ 2018 સુધી આ પદ પર રહ્યા. આ સિવાય તેમણે 1998 થી 2021 સુધી યુનાઈટેડ નેશન્સ ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે પણ સેવા આપી છે.
આ પણ વાંચો——BangladeshViolence : ભાજપના નેતાનો દાવો..બાંગ્લાદેશી હિન્દુઓ…..