+

વડાપ્રધાનની મોરબી મુલાકાત પાછળ કરોડોનો ખર્ચ થયાની ખોટી માહિતી ટ્વીટ કરનાર બે વિરુદ્ધ દાખલ થઇ FIR

ટવીટર પર પીએમની મુલાકાત સાથે જોડાયેલી ખોટી માહિતી શેયર કરી હતી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લેવાની સાથે ઘટના સ્થળે પણ ગયા હતા. વડાપ્રધાનની આ મોરબી મુલાકાતને લઈ દક્ષ પટેલ અને સાકેત ગોખલે નામના બે શખ્સ દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરી મુલાકાત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોય તેવા બનાવટી સમાચ
ટવીટર પર પીએમની મુલાકાત સાથે જોડાયેલી ખોટી માહિતી શેયર કરી હતી 
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લેવાની સાથે ઘટના સ્થળે પણ ગયા હતા. વડાપ્રધાનની આ મોરબી મુલાકાતને લઈ દક્ષ પટેલ અને સાકેત ગોખલે નામના બે શખ્સ દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરી મુલાકાત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોય તેવા બનાવટી સમાચારના કટિંગની ઇમેજ  ટ્વીટર ઉપર શેયર કરવામાં આવી હતી. જેને પગલે મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાએ ફરિયાદી બની સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાંત અધિકારી પોતે બન્યા ફરીયાદી 
વધુમાં ચુંટણી અધિકારી 65 મોરબી વિધાનસભા મતદાન વિભાગ અને પ્રાંત અધિકારી મોરબી દ્વારા સરકાર તરફ ફરિયાદી બની જણાવાયું છે કે આરોપી દક્ષ પટેલ અને સાકેત ગોખલેએ તા.30 નવેમ્બરના રોજ ચુંટણી આચારસંહીતાના સમયગાળા દરમ્યાન વડાપ્રધાનની ઝુલતાપુલની દુર્ધટના અંગે મોરબી મુલાકાત વિશે ખોટી માહીતી આપતી ટ્વીટ કરી લોકોમા ચુંટણી અનવ્યે વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટ તેમજ તિરસ્કાર ની ભાવના ઉત્પન થાય તે હેતુથી ખોટી માહીતી આપતી ટ્વીટ કરી ગુન્હો કર્યો છે.
આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દક્ષ પટેલ અને સાકેત ગોખલે વિરુદ્ધ લોકપ્રતિનીધીત્વ એકટ 1951ની કલમ 125 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Whatsapp share
facebook twitter