Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Amreli : ખાંભામાં સિંહની ઈનફાઈટમાં બે સિંહબાળના મોત, ચાર સિંહબાળ સાથે સિંહણનું રેસ્ક્યૂ કરી અહીં છોડાયા હતા

07:47 PM Jul 26, 2023 | Dhruv Parmar

અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોનો વસવાટ વધ્યા બાદ સિંહોના મોત પણ વધી રહ્યા છે. ત્યારે ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેંજના બોરાળા રાઉન્ડમાં અભ્યારણ જંગલમાં એક કોલર આઇડી સિંહણ અને ચાર સિંહબાળનું ગ્રુપ હોય ત્યારે અન્ય એક નર સિંહ આવી જતા ઇન ફાઈટ થઈ હતી જેમાં ત્રણ માસના બે સિંહ બાળના મોત નીપજ્યા હતા.

આ ઘટનાની જાણ થતા ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા અને ઇન્ચાર્જ એસીએફ ઓડાદરાના માર્ગદર્શન હેઠળ ખાંભા તુલસીશ્યામ રેંજના આરએફઓ રાજલ પાઠક તેમજ ફોરેસ્ટર બેલીમભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બોરાળા રાઉન્ડના અભ્યારણ વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધર્યું હતું.

સિંહ બાળનું મોત કયા કારણો સર થયું બાબતે તપાસ હાથ ધરી હતી ત્યારે એક નરસિંહ આવ્યો હોય અને ઇન્ફાઇટ થવાથી બંને સિંહના મોત થયાનું વન વિભાગની તપાસમાં ખુલ્યું હતું ત્યારે બંને સિંહબાળને પીએમ અર્થ ખસેડાયા છે. વધુ બે સિંહણ અને સિંહણનું સિંહ સાથે ઈનફાઈટ ન થાય માટે થઈને વન વિભાગ દ્વારા કાળજી લેવામાં આવી રહી છે.

અહેવાલ : ફારુક કાદરી, અમરેલી

આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢમાં પૂરના કારણે કૃષિ યુનિમાં ભારે નુકશાની, અખતરાના વાવેતર પર પાણી ફરી વળ્યું