+

Amreli : જાફરાબાદમાં દરિયાકાંઠા વિસ્તારમાં જંગલના રાજા સાવજની લટાર, જુઓ Video

અમરેલીના (Amreli) જાફરાબાદમાં (Jafarabad) 3 સિંહની લટારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જંગલનો રાજા કહેવાતા સાવજ જાફરાબાદના દરિયાકાંઠે રહેણાક વિસ્તારમાં પહોંચ્યા હતા. શિકારની શોધમાં…

અમરેલીના (Amreli) જાફરાબાદમાં (Jafarabad) 3 સિંહની લટારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જંગલનો રાજા કહેવાતા સાવજ જાફરાબાદના દરિયાકાંઠે રહેણાક વિસ્તારમાં પહોંચ્યા હતા. શિકારની શોધમાં 3 સિંહો જાફરાબાદના સામાં કાંઠા વિસ્તાર સુધી પહોંચ્યા હતા. સિંહોની લટારનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

અમરેલીના (Amreli) જાફરાબાદમાંથી ફરી એકવાર જંગલના રાજા કહેવાતા 3 સાવજએ દેખા દીધી છે. જાફરાબાદના (Jafarabad) દરિયાકાંઠે 3 સાવજ રાતના સમયે લટાર મારતા નજરે પડ્યા હતા. સિંહોની લટારનો વીડિયો પણ સામે આવ્યો છે. શિકારની શોધમાં આ સિંહો જાફરાબાદના સામાંકાંઠા સુધી પહોચ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે ગાય અને આખલાનું એક ઝુંડ રસ્તા પર ઊભું છે ત્યારે બીજી તરફથી શિકારની શોધમાં સિંહ જાફરાબાદના સામાં કાંઠા સુધી પહોચ્યા હતા. સિંહની લટાર એક શખ્સે પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી હતી.

સિંહોની પજવણીનો વીડિયો થયો હતો વાયરલ

તાજેતરમાં સિંહોની પજવણીનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. શેત્રુજી ડિવિઝન તળેનું જાફરાબાદ વનતંત્ર સિંહોની સુરક્ષામાં વધુ એકવાર વામણું પુરવાર થયું હતું. સિંહોની પજવણી અને શિકારની શોધમાં આંટા ફેરા કરતા સિંહો પ્રત્યે વનતંત્રની ઉદાસીનતા છતી થઈ હતી. 13 ફેબ્રુઆરીની વ્હેલી સવારે સિંહોના આંટા ફેરા સીસીટીવી પણ વાયરલ થયા હતા.

 

આ પણ વાંચો – RajyaSabha 2024 : BJP રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સહિત ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ભર્યું નામાંકન

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter