Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Amreli : અંબરીશ ડેરનું આજે શકિત પ્રદર્શન, કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાશે

10:18 AM Mar 06, 2024 | Hiren Dave

Amreli : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને (LOK SABHA ELECTIONS) લઈને ભાજપનો રંગ જામ્યો છે. ત્યારે અમરેલીના રાજુલમાં અંબરીશ ડેર (Ambarish Der  )શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની (C.R. Patil) હાજરીમાં કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. લોકો જનમેદની સાથે સભાનું આયોજન કરાયું છે. ત્યારે રાજુલાના અનેક કોંગ્રેસના નેતા (Congress leader) અને કાર્યકરો ભાજપમાં જોડાશે

 

મોરબીના કે.ડી. પડસુંબીયા ભાજપમાં જોડાશે. તથા NSUIના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં મેળાવડો જામ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. તેમજ ભાજપમાં જોડાયા બાદ અમરેલીના રાજુલમાં આજે અંબરીશ ડેર શક્તિ પ્રદર્શન યોજાશે. તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ શક્તિ પ્રદર્શનમાં હાજર રહેશે. હજારો લોકો જનમેદની સાથે સભાનું આયોજન કરવામાં  આવ્યું  છે

 

કૉંગ્રેસના નેતાઓ કેમ ભાજપમાં જોડાઈ રહ્યા છે?

2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાં કૉંગ્રેસને 77 સીટ અને ભાજપને 99 સીટ મળી હતી. જોકે એ પછીની ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ 156 સીટ મળી હતી.2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના 17 ધારાસભ્યો ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ કૉંગ્રેસના બે ધારાસભ્ય કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.હવે મોઢવાડિયાએ રાજીનામું આપી દેતા કૉંગ્રેસ પાસે 14 ધારાસભ્યો બચ્યા છે.તો લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા અને પાંચ વાર સાંસદ રહી ચૂકેલા કૉંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે.કૉંગ્રેસના સ્થાનિક નેતૃત્વ પર અને સંગઠન પર રાજકીય વિશ્લેષકો અગાઉ પણ સવાલ ઉઠાવતા રહ્યા છે અને તેમનું કહેવું છે કે કૉંગ્રેસને નેતૃત્વ નબળું પડી ગયું છે અને ધીમેધીમે ખતમ થઈ રહ્યું છે.

 

25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા મૂળુ કંડોરિયા

જણાવી દઈએ કે, વર્ષ 2022માં મૂળુ કંડોરિયા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ દ્વારકા (Dwarka) બેઠક પર ભાજપ દિગ્ગજ નેતા પબુભા માણેક (Pabubha Manek) સામે ચૂંટણી લડ્યા હતા. જ્યારે સાલ 2019 ની લોકસભા ચૂંટણીમાં મૂળુ કંડોરિયા બીજેપીના પૂનમ માડમ (Poonam Madam) સામે પણ ચૂંટણી લડ્યા હતા. જો કે, તેઓ ચૂંટણી હાર્યા હતા. જામનગરના અને 25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા મુળુ કંડોરિયાના રાજીનામાંથી ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ આવ્યો છે.

 

CONGRESS MLA RESIGNS : સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને લાગી શકે વધુ એક ઝટકો

 

આ  પણ  વાંચો- OPERATION LOTUS : ‘મોદી કા પરિવાર’ માં કોંગ્રેસના આ ચાર દિગ્ગજ નેતાઓ જોડાયા