Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Amit Shah : ગાંધીનગરમાં આ તારીખે ઉમેદવારી પત્ર ભરશે ગૃહમંત્રી અમિત શાહ! પૂર્વ CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર

03:55 PM Apr 06, 2024 | Vipul Sen

લોકસભાની ચૂંટણીને (Lok Sabha election) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી અમિત શાહ (Amit Shah) ઉમેદવારી પત્ર ભરવા માટે ગાંધીનગર પધારશે. માહિતી મુજબ, ગૃહમંત્રી અમિત શાહ 18 અથવા 19 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર (nomination) ભરી શકે છે. ત્યારે 17 એપ્રિલના રોજ સંસદીય વિસ્તારમાં અમિતભાઈ શાહ રોડ શૉ (Road Show) પણ કરે તેવા અહેવાલ છે.

લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ (BJP) પ્રચારનો ઘમઘમાટ શરૂ કરી દીધો છે. ત્યારે, પાર્ટીના દરેક ઉમેદવાર પોતપોતાના વિસ્તારમાં સતત જનસંપર્ક કાર્યક્રમ કરી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી માહોલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર અમિતભાઈ શાહ (Amit Shah) 18 અને 19 એપ્રિલના રોજ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે એવી માહિતી મળી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 એપ્રિલે પોતાના સંસદીય વિસ્તારમાં રોડ શો પણ યોજી શકે છે. સાથે જ ઉમેદવારી પત્ર (nomination) ભરતાં પહેલા અમિતભાઈ શાહ જનસભા પણ સંબોધી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઈ મતવિસ્તારમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે ‘અબકી બાર 400 પાર’ ના લક્ષ્ય સાથે બીજેપીએ ચૂંટણી કવાયત હાથ ધરી છે.

કોંગ્રેસ પર પૂર્વ સીએમ રૂપાણીના પ્રહાર

જણાવી દઈએ કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) કોંગ્રેસના (Congress) ઉમેદવારને લઈ આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ દ્વારા રાજકોટ (Rajkot) બેઠક પરના ઉમેદવાર જાહેર ન કરવાના મામલે રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસને કાર્યકર્તા નથી મળતા તેવા સંજોગોમાં ઉમેદવાર ક્યાંથી મળે. પરેશ ધાનાણીને (Paresh Dhanani) લઈ ચાલતી અટકળો મુદ્દે પણ તેમણે નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ લઈ લે. શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે.

આ પણ વાંચો – BJP foundation day : ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ધ્વજ ફરકાવી ઉજવણી કરી

આ પણ વાંચો – Parshottam Rupala : એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ, બીજી તરફ રૂપાલાનો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર

આ પણ વાંચો – CR Patil : ડીસામાં બુથ પ્રમુખોને CR પાટીલની ટકોર! કહ્યું- ફિલ્ડમાં જઈને…