+

Amit Chavda : સરકાર પર પ્રહાર! સિંહોના જતન માટે 300 કરોડનો ખર્ચ છતાં બે વર્ષમાં 238 સિંહના મૃત્યુ થયાં!

વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરના (Gir forest) સિંહ અંગે માહિતી આપવામાં આવી હતી. જે અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) પોતાની પ્રતિક્રિયા આપી છે.…

વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરના (Gir forest) સિંહ અંગે માહિતી આપવામાં આવી હતી. જે અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, ગીરના જંગલોમાં સિંહોના સંરક્ષણ અને જતન માટે રૂ. 300 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે છતાં બે વર્ષમાં 238 સિંહોના મૃત્યુ થયા છે. બીજી તરફ તેમણે સરકારી કોલેજમાં ખાલી જગ્યા મુદ્દે પણ રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી.

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) મીડિયાને જણાવ્યું કે, વિધાનસભામાં (Gujarat Assembly) પ્રશ્નોતરીમાં સિંહો અંગે જે માહિતી સરકાર દ્વારા આપવામાં આવી છે તે ચિંતાજનક છે. તેમણે કહ્યું કે, ગુજરાતના ગીરના જંગલમાં સિંહો આપણા સૌના માટે ગૌરવ સમાન છે. રાજ્ય સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ અને જતન માટે રૂ. 300 કરોડની રકમનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં સિંહોના (lion) સરક્ષણની સ્થિતિ ચિંતાજનક છે. છેલ્લા બે વર્ષમાં 238 સિંહોના મૃત્યુ થયા છે. તેમણે કહ્યું કે, સિંહો માટે આરોગ્યલક્ષી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો આજે આ સ્થિતિ ના ઉદ્ભવી હોત. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે, જંગલ વિસ્તારમાં અનૈતિક પ્રવૃત્તિ ચાલે છે. અલગ-અલગ લોકો ‘લાયન શો’ કરે છે અને આ જ કારણે સિંહોના મોત થાય છે.

એક તરફ ‘ભણશે ગુજરાત’ અને બીજી તરફ ‘ક્યાંથી ભણશે ગુજરાત’?

ઉપરાંત, રાજ્યમાં સરકારી કોલેજમાં ખાલી જગ્યા મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) કહ્યું કે, રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી છે. આજે 89 જેટલી જગ્યાઓ વર્ગ 1 માં પદ ખાલી છે. છેલ્લા એક વર્ષમાં પોલિટેકનિક કોલેજોમાં વધારે ખાલી જગ્યાઓ થઈ છે. ઉપરાંત, સરકારી કોલેજોમાં મદદનીશ પ્રધ્યાપકમાં ગત વર્ષે 400 જગ્યાઓ ખાલી હતી. તેમણે કહ્યું કે, સરકારની શિક્ષણ માટે ઉદાસીનતા ચિંતાજનક છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, આજે લોકો પોતાના બાળકોને ખાનગી શિક્ષણ અપાવે તે માટે સરકાર મજબૂર કરી રહી છે. સરકાર ખાનગીકરણ ને પ્રોત્સાહન આપી રહી છે. એક તરફ ‘ભણશે ગુજરાત’ અને બીજી તરફ ‘ક્યાંથી ભણશે ગુજરાત’?

 

આ પણ વાંચો – Jamnagar : GG હોસ્પિટલમાં શ્વાનનો ત્રાસ, ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ RMOએ કહ્યું – હવે નહીં જોવા મળે શ્વાન…

Whatsapp share
facebook twitter