+

યુક્રેન વિવાદ વચ્ચે સેંસેક્સમાં 1747 અને નિફ્ટીમાં 531 પોઇન્ટનો કડાકો

રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવની શેર બજાર પર ખરાબ અસર થઇ રહી છે. ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા  વચ્ચે સોમવારે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે. અઠવાડિયાનો પહેલો જ દિવસ શેર બજાર માટે બ્લેક ડે સાબિત થયો છે. જેના કારણે રોકાણકારોના લાખો કરોડો રુપિયાનું ધોવાણ થયું છે. સેંસેક્સમાં 1700 પોઇન્ટ કરતા પણ વધારેનો કડાકો બોલ્યો છે. જ્યારે નિફ્ટી પણ 17000ની સપાટીથી નીચે પહોંચ્યો છે. આ અગાઉ બે મà
રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવની શેર બજાર પર ખરાબ અસર થઇ રહી છે. ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા  વચ્ચે સોમવારે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે. અઠવાડિયાનો પહેલો જ દિવસ શેર બજાર માટે બ્લેક ડે સાબિત થયો છે. જેના કારણે રોકાણકારોના લાખો કરોડો રુપિયાનું ધોવાણ થયું છે. સેંસેક્સમાં 1700 પોઇન્ટ કરતા પણ વધારેનો કડાકો બોલ્યો છે. જ્યારે નિફ્ટી પણ 17000ની સપાટીથી નીચે પહોંચ્યો છે. આ અગાઉ બે મહિના પહેલા એટલે કે ડિસેમ્બરમાં નિફ્ટી 17000ની સપાટીથી નીચે ગયો હતો. 
સેંસેક્સમાં 1747 અને નિફ્ટીમાં 531 પોઇન્ટનો ઘટાડો
સોમવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે સેંસેક્સ 1747 પોઇન્ટના કડાકા સાથે 56,405 પર આવીને અટક્યો હતો. એટલે કે સેંસેક્સમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. તો નિફ્ટી પણ 531 અંક એટલે કે 3.06 ટકાના ઘટાડા સાથે 16842 સુધી પહોંચ્યો હતો. આ બંને મેજર ઇન્ડેક્સ માટે લગભગ વર્ષ દરમિયાન એક દિવસમાં નોંધાાયેલો સૈથી મોટો ઘટાડો હતો. આ પહેલા ગયા વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ સેંસેક્સમાં 1940નો અને નિફ્ટીમાં 568નો ઘટાડો થયો હતો.
ક્રુડ ઓઇલના ભાવમાં વધારો
સેન્સેક્સની કંપનીઓમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)સિવાય અન્ય તમામ કંપનીઓના શેર ઘટ્યા હતા. ટાટા સ્ટીલ, એચડીએફસી અને એસબીઆઈના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. તો અન્ય એશિયન બજારોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં જે એહવાલો આવી રહ્યા છે કે રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર હુમલો કરી શકે છે તેના કારણે બજારમાં ઉથલ પાથલ થઇ રહી છે. આ સિવાય હુમલાની આશંકાના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.
ગયા અઠવાડિયે બજેેટના કારણે કડાકો બોલ્યો હતો
ગયા અઠવાડિયે પણ સ્થાનિક બજારમાં મોટો કડાકો નોંધાયો હતો. બજેટના કારણે તેજી ગાયબ થઈ હતી અને પ્રિ-બજેટ લેવલથી માર્કેટ નીચે આવી ગયું છે. આ સિવાય ગયા સપ્તાહમાં અમેરિકામાં ટૂંક સમયમાં વ્યાજ દરો વધવાની ચિંતા બજારમાં પણ જોવા મળી હતી. તેનું નિરાકરણ નહોતું આવ્યું કે યુક્રેનની કટોકટીએ બજારની સ્થિતિ બગાડી છે. યુક્રેન સંકટના કારણે ક્રૂડ ઓઇલ પણ 7 વર્ષની ટોચે પહોંચી ગયું છે. જેમાં હજુ પણ વધારો થવાની શક્યતા રહેલી છે.
Whatsapp share
facebook twitter