+

અમેરિકાની શોધ ભારતીયોએ કરી હતી, જાણો કોણે આપ્યું આવું ચોંકાવનારું નિવેદન

અમેરિકાની શોધ ભારતીયોએ કરી, મંત્રી પરમારનો દાવો ભારતીયો નાવિક વાસુલુએ કરી હતી અમેરિકાની શોધ : મંત્રી પરમાર ભારતીય ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં સ્થિર સૂર્યનો સિદ્ધાંત આપ્યો : મંત્રી પરમાર America…
  • અમેરિકાની શોધ ભારતીયોએ કરી, મંત્રી પરમારનો દાવો
  • ભારતીયો નાવિક વાસુલુએ કરી હતી અમેરિકાની શોધ : મંત્રી પરમાર
  • ભારતીય ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં સ્થિર સૂર્યનો સિદ્ધાંત આપ્યો : મંત્રી પરમાર

America was invented by Indians : મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમારે (Higher Education Minister Inder Singh Parmar) તાજેતરમાં દાવો કર્યો છે કે અમુક ઐતિહાસિક હકીકતો ખોટી રીતે શીખવવામાં આવી છે. તેમના કહેવા મુજબ, વાસ્કો દ ગામાએ ભારતની શોધ કરી હતી તે માન્યતા ખોટી છે. તેમણે કહ્યું કે વાસ્કો દ ગામાએ ભારત જવાનો દરિયાઈ માર્ગ શોધી કાઢ્યો એ પણ સાચું નથી. મંત્રી પરમારે અમેરિકાની શોધ (Discovery of America) વિશે પણ એક નવો દાવો કર્યો હતો. તેમના મતે, કોબલંબસે નહીં, પરંતુ આપણા ભારતીય પૂર્વજોએ જ અમેરિકાની શોધ કરી હતી. મંત્રીના જણાવ્યા પ્રમાણે સદીઓ પહેલા જ આપણા પૂર્વજોએ અમેરિકામાં વેપાર શરૂ કરી દીધો હતો.

ભોપાલના સમારોહમાં ઈતિહાસ પર ચર્ચા

મંત્રીના મતે, મહાન ભારતીય નાવિક વાસુલુએ આઠમી સદીમાં અમેરિકાની શોધ કરી હતી અને આજે સાન ડિએગો રાજ્યમાં આવેલા મંદિરો આ વાતની સાબિતી આપે છે. આ મંદિરોની હકીકત હજુ પણ અમેરિકાના મ્યુઝિયમમાં જોઈ શકાય છે. શિક્ષણ મંત્રીએ પોતાના ભાષણમાં ઋગ્વેદનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં સ્થિર સૂર્યનો સિદ્ધાંત આપ્યો હતો. ઋગ્વેદમાં 8 હજાર વર્ષ પહેલાં જ લખવામાં આવ્યું હતું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ. આ વિવાદાસ્પદ નિવેદનો મંગળવારે ભોપાલમાં બરકતુલ્લા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર હતા. મંત્રી આટલાથી જ ન ચુપ રહ્યા તેમણે ચીનની રાજધાની બેઇજિંગનો ભારતીય આર્કિટેક્ટ સાથે સંબંધ પણ બતાવી દીધો હતો. પરમારે વધુમાં ઉલ્લેખ કર્યો કે, બેઇજિંગની સ્થાપના માટે 12મી સદીમાં ડિઝાઇન અને આર્કિટેક્ચર ભારતના નેપાળમાં રહેતા આર્કિટેક્ટ બલબાહુ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના મતે, તે સમયના નેપાળને ભારતનો ભાગ માનવામાં આવતો, અને બલબાહુએ બેઇજિંગના સ્થાપત્યમાં મહાન ભૂમિકા ભજવી હતી.

અમેરિકાની શોધ વિશે પુસ્તકો શું કહે છે?

આપણા પુસ્તકો અનુસાર, અમેરિકા (America) ની શોધ ક્રિસ્ટોફર કોલંબસે કરી હતી. કોલંબસ, એક સંશોધક, નાવિક અને વસાહતકાર, જેમનો જન્મ 1451 માં ઇટાલીમાં થયો હતો. તેમણે ગ્રેટ એટલાન્ટિક મહાસાગરની 4 મહત્વપૂર્ણ સફર કરી હતી અને 1492 માં અમેરિકાની શોધ કરી હતી. આ પ્રવાસનો ખર્ચ સ્પેનિશ રાજાઓએ ચૂકવ્યો હતો. કોલંબસની શોધ વિશે જાણ્યા પછી, યુરોપના ઘણા દેશોએ તેમના ખલાસીઓને અમેરિકા (America) ની શોધ માટે મોકલ્યા હતા. અમેરિકામાં યુરોપીયનોની પ્રથમ કાયમી વસાહત હિસ્પેનોલિયા ટાપુ પર સ્થપાઈ હતી, જે કોલંબસે 1493માં તેની બીજી સફર દરમિયાન સ્થાયી થઈ હતી. વધુમાં, જેમ્સટાઉન, જે હાલના યુનાઇટેડ સ્ટેટ્સમાં વર્જિનિયામાં આવેલું છે, તે અમેરિકામાં પ્રથમ અંગ્રેજી કાયમી વસાહત તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો:  Shimla : અચાનક હિંદુઓમાં ઉગ્ર ગુસ્સાનું કારણ શું? જાણો 14 વર્ષ જુના વિવાદ વિશે

Whatsapp share
facebook twitter