Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદ અર્બન હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટ થશે ઉપલબ્ધ, AMCનો મહત્વનો નિર્ણય

08:25 PM Apr 25, 2023 | Vipul Pandya

અર્બન સેન્ટરમાં  સુવિધાઓ વધારાશે

અમદાવાદ શહેરના તમામ
અર્બન હેલ્થ સેન્ટરોમાં લોકો માટે તમામ ટેસ્ટ કરી શકાય તેવી મશીનરી સ્થાપિત કરવા
તંત્રના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે હેલ્થ કમિટીની બેઠક મળી હતી, જેમાં શહેરના સાત ઝોનમાં
આવેલા
80 અર્બન હેલ્થ સેન્ટરમાં આવતા લોકો માટે હાલમાં અમુક
પ્રકારના જ ટેસ્ટ કરવાની વ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં વધારો  
કરી આરોગ્યને લગતા તમામ પ્રકારના ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરવા સભ્યોએ સૂચન કર્યુ હતું. પરિણામે
શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં લોકો માટે તમામ ટેસ્ટ કરી શકાય તેવી મશીનરી
સ્થાપિત કરવા તંત્રના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

ઉપરાંત
પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ લોકોને ઝડપથી મળી શકે તે માટે પણ વધુ સેન્ટરો શરૂ કરવા
કમિટીની બેઠકમાં સભ્યો તરફથી સુચન કરવામાં આવ્યું છે. શહેરના તમામ ઝોન અને વોર્ડમાં
આરોગ્ય સુવિધા સઘન બનાવવા જરૂરી મશીનરીમાં વધારો કરવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં
આવી હતી.