+

Ambalal Patel : આકરા ઉનાળા વચ્ચે ક્યારે ખાબકશે કમોસમી વરસાદ ? અંબાલાલ પટેલે કરી આ આગાહી

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ત્યારે આ વચ્ચે કમોસમી વરસાદને લઈને હવમાન શાસ્ત્રી અંબાલાલ પટેલની (Ambalal Patel)…

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ત્યારે આ વચ્ચે કમોસમી વરસાદને લઈને હવમાન શાસ્ત્રી અંબાલાલ પટેલની (Ambalal Patel) મહત્ત્વની આગાહી સામે આવી છે. હવમાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં 12થી 15 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ (unseasonal rain) પડી શકે છે. જ્યારે 17મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જવાની શક્યતાઓ છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે 12થી 15 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. ગુજરાતના (Gujarat) કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું કે, 17મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. રાજ્યમાં આવનારા દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ લોકો કરી શકે છે. જણાવી દઈએ કે, હાલ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

કયાં કેટલું તાપમાન?

રાજ્યમાં સૌધી વધુ તાપમાન રાજકોટ (Rajkot) ખાતે નોંધાયું હતું. રાજકોટમાં તાપમાન 41.7 ડિગ્રી સુધી નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી, ભુજમાં 41.1 ડિગ્રી, ગાંધીનગરમાં (Gandhinagar) 41.0 અને અમરેલીમાં (Amreli) 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસા અને ડાંગમાં 39.4 ડિગ્રી, વડોદરામાં (Vadodara) 38.6, છોટા ઉદેપુરમાં 38.3 ડિગ્રી, દાહોદમાં 38.0 ડિગ્રી, ભાવનગરમાં 37.5 ડિગ્રી, નલિયામાં 37.0 ડિગ્રી, જામનગરમાં 36.5 ડિગ્રી, સુરતમાં (Surat) 34.2 ડિગ્રી, વલસાડમાં 36.4 ડિગ્રી અને વેરાવળમાં 31.7 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. જો કે, આગામી ત્રણ દિવસ દરમિયાન ગરમીથી આંશિક રાહત મળે તેવી આગાહી હવામાન વિભાગ (weather department) દ્વારા કરવામાં આવી છે. આગામી સમયમાં 3 ડિગ્રી સુધી ગરમીનાં પ્રમાણમાં ઘટાડો થવાની સંભાવના છે.

 

આ પણ વાંચો – Weather Report : રાજ્યમાં આગ ઝરતી ગરમીનો પ્રકોપ યથાવત્! આ જિલ્લામાં સૌથી વધુ તાપમાન

આ પણ વાંચો – Gujarat Weather Update : રાજ્યમાં હવામાન વિભાગે કરી ભરઉનાળે વરસાદની આગાહી

આ પણ વાંચો – Chhota Udepur : ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો

Whatsapp share
facebook twitter