+

Ambaji Temple Program: 12 થી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો

Ambaji Temple Program: પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના ગબ્બરમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી ‘ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નો શુભારંભ થયો છે. ત્યારે આ કાર્યક્રમમાં દેશમાં થી વિવિધ…

Ambaji Temple Program: પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના ગબ્બરમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી ‘ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નો શુભારંભ થયો છે. ત્યારે આ કાર્યક્રમમાં દેશમાં થી વિવિધ લોકો મા અંબાના દર્શન કરવા માટે આવી રહ્યા છે.

Ambaji Temple Program

Ambaji Temple Program

  • રાજ્ય માર્ગ પરિવહન દ્વારા અંબાજીમાં ભવ્ય આયોજન કરાયું
  • કાર્યક્રમમાં 1600 કરતાં વધુ કર્મચારી ખડેપગે
  • બીજા દિવસે ભવ્ય પાદુકા યાત્રાનું આયોજન કરાયું
  • બીજા દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા

રાજ્ય માર્ગ પરિવહન દ્વારા અંબાજીમાં ભવ્ય આયોજન કરાયું

ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિનામૂલ્યે મહોત્સવમાં ભાગ લઈ શકે એ માટે વિશેષ સેવાયજ્ઞના ભાગરૂપે રોજની 750 Bus 5 દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે. જેમા ST વિભાગના 1600 કરતા વધુ કર્મચારીઓની મા અંબાના સેવાયજ્ઞમાં નિષ્ઠાપૂર્વકની સેવા બજાવી રહ્યા (GSRTC) છે. Bus ના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી Bus નું સંચાલન કરવામાં આવ્યું છે. જેના થકી દર્શનાર્થીઓ મા અંબાના ખોળે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પહોંચી પરિક્રમા કરી પોતાના માદરે વતન પરત ફરે ત્યાં સુધીની સુંદર સુવિધા ST નિગમ (GSRTC) દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે.

કાર્યક્રમમાં 1600 કરતાં વધુ કર્મચારી ખડેપગે

ડ્રાઈવર અને કંડકટર સહિત 1600 કરતાં વધુ કર્મચારીઓ (GSRTC) આ સેવાયજ્ઞમાં જોડાયા છે. પ્રથમ દિવસે 45 હજાર કરતાં વધુ મુસાફરોએ નિઃશુલ્ક મુસાફરીનો લાભ મેળવી શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લીધો હતો.અંબાજી ST Bus Station મેનેજર રઘુવીર સિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓના સતત monitoring અને Microplanning હેઠળ કરાયેલ આયોજનમાં Driver , Conductor, Michenic અને વહીવટી સ્ટાફના 1600 કરતાં વધુ કર્મચારીઓ મા અંબાના સેવાયજ્ઞમાં જોડાયા છે.

બીજા દિવસે ભવ્ય પાદુકા યાત્રાનું આયોજન કરાયું

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં બીજા દિવસે શ્રી ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકા યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે મણીભદ્ર વીર મહારાજ મંદિર, મગરવાડાના પૂજારી વિજયસોમ પુરી મહારાજના આશીર્વચન અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં માઈભક્તોએ જય અંબેના જય નાદ સાથે ધર્મમય માહોલમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું.

બીજા દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા

આ પ્રસંગે ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ હેઠળ નોંધાયેલા સંઘોના પ્રતિનિધિઓ, વિવિધ ભજન મંડળીઓ, સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ અને મોટી સંખ્યામાં ગુજરાત ભરમાંથી ભાવિક ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા હતા. મણીભદ્ર વીર મહારાજ મંદિર, મગરવાડાના પૂજારી વિજયસોમ પુરી મહારાજના આશીર્વાદ અને આશીર્વચન સાથે પરિક્રમાનો શુભારંભ કરાવાયો હતો.

આ પણ વાંચો: ઇઝરાયલના કેન્દ્રીય પરિવહનમંત્રી Miri Regev મુન્દ્રા પોર્ટની લઇ શકે છે મુલાકાત

Whatsapp share
facebook twitter