Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AMBAJI:વરસાદની ધમાકેદાર બેટિંગ, માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા

05:38 PM Sep 29, 2024 |
  • બનાસકાંઠા શક્તિપીઠ અંબાજીમાં ભારે વરસાદ
  • પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ બેટમાં ફેરવાયો
  • છેલ્લા ચાર દિવસથી દાંતા તાલુકામાં વરસાદી માહોલ

AMBAJI: યાત્રાધામ અંબાજીમાં વરસાદ(AMBAJI VARSAD)ની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જેમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળ્યો હતો. સતત ચોથા દિવસે પણ અંબાજીમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

અનેક વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેતાં થયા

જેમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે અંબાજીમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેતાં થયા હતા. મહત્વનું કહી શકાય કે, કાળા ડીબાંગ વાદળો સાથે અંધારપટ છવાયું હતું. દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં ઠંડક પ્રસરી હતી.

આ પણ  વાંચો VADODARA : વરસાદે શહેરને વધુ એક વખત ધમરોળ્યું, લોકોના ઘરો-દુકાનો સુધી પાણી પહોંચ્યા

માઈ ભક્તો વરસાદમા ભીંજાતા જોવા મળ્યા

હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ આવતા અંબાજી ખાતે માર્ગો ભીના થયા હતા. અંબાજી મંદિર ખાતે માઈ ભક્તો વરસાદમા ભીંજાતા જોવા મળ્યા છે. આજે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા છે. ગુજરાતમાં ચોમાસાની દસ્તકને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

આ પણ  વાંચોVadodara: વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી, લોકોમાં ભારે ચિંતા

રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસુ બેસી ગયું છે. બે દિવસમાં આખા રાજ્યમાં ચોમાસું બેસી જશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.