- મેળા દરમિયાન ST વિભાગને થઈ 7.74 કરોડ રૂપિયાની આવક
- મેળા દરમિયાન 10.88 લાખ પ્રવાસીઓએ કરી બસની મુસાફરી
- 5,136 બસની મદદથી 26,550 ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું
- 12થી 18 સપ્ટેમ્બર સુધી વધારાની બસોનું કરાયું હતું સંચાલન
Gujarat: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થઈ ગયો છે. આ દિવસોમાં લાખોની સંખ્યામાં માઈભક્તો આવ્યા હતા. આ ભક્તો માટે એસટી વિભાગ દ્વારા અનેક બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી ગુજરાત એસટી વિભાગને કરોડોની આવક થઈ છે. અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ST વિભાગને અધધ આવક મેળવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મેળા દરમિયાન ST વિભાગને થઈ 7.74 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે.
– અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ST વિભાગને અધધ આવક
– મેળા દરમિયાન ST વિભાગને થઈ 7.74 કરોડ રૂપિયાની આવક
– મેળા દરમિયાન 10.88 લાખ પ્રવાસીઓએ કરી બસની મુસાફરી
– 5,136 બસની મદદથી 26,550 ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું
– 12થી 18 સપ્ટેમ્બર સુધી વધારાની બસોનું કરાયું હતું સંચાલન#Ambaji…— Gujarat First (@GujaratFirst) September 19, 2024
આ પણ વાંચો: Modasa: ST Bus માં મુસાફર મહિલાએ મહિલા Conductor ને માર માર્યો, Video થયો Viral
12થી 18 સપ્ટેમ્બર સુધી વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું
નોંધનીય છે કે, મેળા દરમિયાન 10.88 લાખ પ્રવાસીઓએ બસની મુસાફરી કરી હતી. એસટી વિભાગ દ્વારા 5,136 બસો મુકવામાં આવી હતી. જેમાં 5,136 મદદથી 26,550 ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. 12થી 18 સપ્ટેમ્બર સુધી વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 13 સપ્ટેમ્બરે સૌથી વધુ 2.17 લાખ પ્રવાસીઓએ મુસાફરી કરી હતી. મહત્વની વાત છે કે, ST નિગમ દ્વારા અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ST બસમાં 10.88 લાખ પ્રવાસીઓએ મુસાફરી કરી છે.
આ પણ વાંચો: Honey Trap કરી મિત્રએ ભાઇબંધ પાસેથી 7.25 કરોડ પડાવ્યા, ક્રાઈમ બ્રાંચ કેમ મૌન ?
લાખો લોકો વળતા ઘરે જવા માટે બસનો ઉપયોગ કરે છે
એસટી વિભાગને અંબાજી મેળા દ્વારા કરોડો રૂપિયાની આવક થાય છે. લાખો મુસાફરો અહીં ચાલતા પણ આવતા હોય છે. આ સાથે સાથે લાખો લોકો વળતા ઘરે જવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે. જેથી ગુજરાત એસટી વિભાગ દ્વારા સારી એવી સુવિધા કરવામાં આવે છે. આ વખતે રણ 5,136 બસો દ્વારા 26,550 ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ ટ્રીપો દ્વારા એસટી નિગમને રૂપિયા 7.74 કરોડની આવક નોંધાઈ છે.
આ પણ વાંચો: Vadodara તાલુકા પોલીસની દાદાગીરી! કોઈ વાંક વિના જ પોલીસે લાકડી માર્યા હોવાનો આરોપ