+

રાજપૂત સમાજનો આરોપ, મોદી સમાજ વિરુદ્ધ બોલેલા રાહુલ ગાંધી ઉપર કાર્યવાહી થાય તો રૂપાલા સામે કેમ નહીં ?

Rajput Samaj : ગુજરાતભરમાં છેલ્લા ઘણા દિવસોથી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ ક્ષત્રિય સમાજ (Kshatriya community) દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વડોદરાના ડભોઇ સેવાસદન (Vadodara’s Dabhoi Sevasadan)…

Rajput Samaj : ગુજરાતભરમાં છેલ્લા ઘણા દિવસોથી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ ક્ષત્રિય સમાજ (Kshatriya community) દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વડોદરાના ડભોઇ સેવાસદન (Vadodara’s Dabhoi Sevasadan) ખાતે મોટી સંખ્યામાં રાજપૂત સમાજ (Rajput Samaj) ના આગેવાનો ભેગા મળીને મામલતદારને આવેદનપત્ર (petition to the Mamlatdar) સુપ્રત કરવામાં આવ્યું હતું અને પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ (Police Complaint) કરવામાં આવે અને ભાજપ (BJP) દ્વારા તાત્કાલિક રૂપાલાની ટિકિટ (Rupala’s ticket) બદલવામાં આવે તેવી માગ ઉચ્ચારી હતી.

ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજ મેદાને

પરશોત્તમ રૂપાલાના નિવેદન (Parshottam Rupala’s statement) બાદથી રાજપૂત સમાજ (Rajput Samaj) સતત વિરોધ કરી રહ્યો છે. ગુજરાતભરમાં આ વિરોધ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. રાજકોટ બેઠક (Rajkot Seat) પરથી રૂપાલાની ટિકિટ (Rupala Ticket) રદ કરવામાં આવે તેવી રાજપૂત સમાજ (Rajput Samaj) સતત માંગ કરી રહ્યો છે. વડોદરા જિલ્લામાંથી પણ આવા જ સુર સામે આવ્યા છે. એટલું જ નહીં, આગામી સમયની અંદર ભાજપ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે અને ટિકિટ બદલવામાં નહીં આવે તો વડોદરા ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ લોકો ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપશે અને ગામેગામ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી ભાજપ વિરુદ્ધ અભિયાન ચલાવશે તેવી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ચીમકી ઉચારવામાં આવી હતી. રૂપાલાના નિવેદન પર માફી માત્રથી હવે ક્ષત્રિય સમાજ શાંત થાય તેવું જોવા મળી રહ્યું નથી. ક્ષત્રિય સમાજના આગેવાનોનો સવાલ છે કે, જો મોદી સમાજ વિરુદ્ધ બોલેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર કાર્યવાહી કરવામાં આવે છે તો હવે રૂપાલા સામે કેમ નહીં ?

  • રાજપૂત સમાજે રૂપાલા સામે આપ્યું આવેદનપત્ર
  • રૂપાલાએ કરેલા નિવેદનને લઈને આપ્યું આવેદનપત્ર
  • રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજે કરી માગ
  • ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો
  • વડોદરા જિલ્લા ક્ષત્રિયો ભાજપમાંથી આપશે રાજીનામું
  • રૂપાલા ની ટિકિટ નહીં રદ થાય તો ક્ષત્રિય સમાજ કરશે આંદોલન
  • મોદી સમાજ વિરુદ્ધ બોલેલા રાહુલ ગાંધી ઉપર કાર્યવાહી તો રૂપાલા સામે કેમ નહીં તેવા કર્યા સવાલ

શું છે સમગ્ર વિવાદ ?

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પહેલા રૂપાલાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘણા ક્ષત્રિય શાસકોએ અંગ્રેજોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ મહારાજાઓએ તેમની સાથે રોટી-બેટીનો સંબંધ જાળવી રાખ્યો હતો. આ નિવેદનથી સમુદાયના સભ્યો રોષે ભરાયા હતા અને તેઓએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવા કહ્યું હતું, જો તેઓ આમ નહીં કરે તો ભાજપ હાર માટે તૈયાર રહે. જોકે, રૂપાલાએ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી છે પરંતુ સમુદાયની સંકલન સમિતિએ તેનો સ્વીકાર કર્યો ન હતો અને કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણી પછી આ જ ભાષા બોલી શકે છે. તો બીજી તરફ શાંત સ્વભાવની ક્ષત્રિયાણીઓમાં પણ હાલ રોષ ભભુકી ઉઠયો છે. અને આગામી સમયમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરાશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો – ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનો મારા સમર્થનમાં : પરશોત્તમ રૂપાલા

આ પણ વાંચો – Rupala : વાંચી લો,પરશોત્તમ રુપાલા મુદ્દે આજે શું થયું ?

આ પણ વાંચો – RUPALA controversy : પદ્મિનીબાનો અન્ન ત્યાગ યથાવત્, રૂપાલા વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા, પત્રિકાનું વિતરણ

Whatsapp share
facebook twitter