Uber Helicopter Booking: અત્યાર સુધી Uber ગ્રાહકો માટે બાઈક અને કારની સુવિધા આપતું હતું. પરંતુ હવે Uber ના મારફતે તમે મુસાફરી કરવા માટે Helicopter પણ મગાવી શકશો. ત્યારે હવે Uber ગ્રાહકો માટે વિશેષ સ્થળ અને મુસાફરી માટે હોલીકોપ્ટરની સુવિધા શરુ કરી છે. જોકે આ Helicopter કેવી રીતે મુસાફરી કરવા માટે ગ્રાહકોએ Uber ના માધ્યમથી મગાવું તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
-
Switzy નામના એક વ્યક્તિએ એક વિડીયો શેર કર્યો
-
Uber ના માધ્યમથી મુસાફરી માટે Helicopter ઉપલબ્ધ
-
વિડીયોને અત્યાર સુધી 50 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો
Switzy નામના એક વ્યક્તિએ તેના Instagram એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયોમાં જણાવવામાં આવ્યુ છે કે, જેવી રીતે કોઈ પણ કાર અને બાઈકને મુસાફરી કરવા માટે Uber ના માધ્યમથી મગાવવામાં આવે છે. તેવી જ રીતે Helicopter ને પણ મગાવવામાં આવે છે. સૌ પ્રથમ તમારે તમે જ્યા રહો છો, કે અથવા તમે જ્યા ઉભા છો, ત્યાંથી જે સ્થળ પર તમારે જવાનું છે. તે સ્થળ પસંદ કરવાનું રહેશે.
View this post on Instagram
વિડીયોને અત્યાર સુધી 50 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો
ત્યારે બાદ Booking Accept થઈ ગયા બાદ, તમારા વિસ્તારની નજીક આવેલા હેલિપેડ પર તમારે જવાનું રહેશે. ત્યાં હાજર અધિકારીઓ તમને સુરક્ષિત રીતે Helicopter માં બેસાડીને તમારા નિશ્ચિત સ્થળ પર તમને પહોંચાડી આપશે. ત્યારે આ વિડીયો વિશ્વભરમાં વાયરલ થઈ રહ્યો છે. તે ઉપરાંત આ વિડીયોને અત્યાર સુધી 50 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે. જોકે આ વિડીયોના કેપ્શનમાં દરેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે આ સુવિધા હજુ સુધી ભારતમાં નાગરિકો માટે ઉપલબ્ધ નથી કરવામાં આવી.
આ પણ વાંચો: OnePlus Nord CE 4 Lite 5Gની લોન્ચ ડેટ નક્કી, આ તારીખે માર્કેટમાં આવશે