+

WhatsApp Status માં આવી રહ્યું છે આ નવું ફીચર્સ

WhatsApp : આજના સમયમાં વોટ્સએપ સ્માર્ટફોન જેટલું જ મહત્ત્વનું બની ગયું છે. આજે, ઘણા રોજિંદા કાર્યો ફક્ત WhatsApp દ્વારા જ થાય છે. તમે તેની ઉપયોગીતાનો અંદાજ એ વાત પરથી લગાવી…

WhatsApp : આજના સમયમાં વોટ્સએપ સ્માર્ટફોન જેટલું જ મહત્ત્વનું બની ગયું છે. આજે, ઘણા રોજિંદા કાર્યો ફક્ત WhatsApp દ્વારા જ થાય છે. તમે તેની ઉપયોગીતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે વિશ્વભરમાં લગભગ 2.4 બિલિયન લોકો તેમના ફોનમાં તેનો ઉપયોગ કરે છે. વોટ્સએપ યુઝર્સની સુવિધા માટે નવા નવા ફીચર્સ લાવે છે. હવે બહુ જલ્દી યુઝર્સને એક નવું અપડેટ મળવા જઈ રહ્યું છે.

 

WhatsApp Status માં  AI  નો ઉપયોગ કરાશે

મેટા-માલિકીના WhatsAppએ તાજેતરમાં ગ્રાહકો માટે પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેટા AI માટે સપોર્ટ ઉમેર્યો છે. આ સિવાય કંપની ટૂંક સમયમાં જ તેના યુઝર્સ માટે એક નવું ટ્રાન્સલેશન ફીચર પણ લાવી રહી છે. હવે કંપની પોતાના ગ્રાહકો માટે WhatsAppના સ્ટેટસ સેક્શનમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે.

 

Wabetainfo એ માહિતી આપી હતી

કંપનીની દરેક ગતિવિધિ પર નજર રાખતી વેબસાઈટ Wabetinfo દ્વારા WhatsAppના આગામી અપડેટ વિશે માહિતી આપવામાં આવી છે. Wabetainfo અનુસાર, ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એન્ડ્રોઇડ 2.24.15.11 બીટા અપડેટથી આવતા ફીચર્સ સામે આવ્યા છે. કંપની વોટ્સએપ સ્ટેટસ માટે નવું ઈન્ટરફેસ લાવવા જઈ રહી છે.

 

એન્ડ્રોઇડ યુઝર્સને નવા ફીચર્સ મળશે

વોટ્સએપે બીટા યુઝર્સ માટે નવા ઈન્ટરફેસનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. પરીક્ષણ પૂર્ણ થયા પછી, તેનું સ્થિર સંસ્કરણ ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે. એન્ડ્રોઇડ માટેનું નવું સ્ટેટસ ઇન્ટરફેસ આઇફોનના સ્ટેટસ ઇન્ટરફેસ જેવું જ છે. ટૂંક સમયમાં એન્ડ્રોઈડ યુઝર્સને પણ WhatsAppના નવા ઈન્ટરફેસમાં ઘણા નવા ફીચર્સ મળશે. WhatsAppinfoના અહેવાલ મુજબ, નવા ઇન્ટરફેસ સાથે, WhatsApp વપરાશકર્તાઓને સ્ટેટસ મ્યૂટ કરવાની સાથે સાથે સંપર્કની જાણ કરવા અને જોવાનો વિકલ્પ મળશે. નવા ઈન્ટરફેસમાં યુઝર્સને સ્વાઈપ ડાઉન બટન અને ક્રોસ બટન પણ આપવામાં આવશે. તેની મદદથી સ્ક્રીન પર ઓપન સ્ટેટસ બંધ કરી શકાય છે.

આ પણ  વાંચો  Length of Days increasing: રાત્રીની તુલનામાં દિવસની લંબાઈમાં 2.62 મિલિસેકન્ડનો વધારો, જાણો કારણ….

આ પણ  વાંચો  – PONTUS TECTONIC PLATE: 2 કરોડ વર્ષ પહેલા ગાયબ થયેલો પૃથ્વીનો આ ભાગ મળી આવ્યો

આ પણ  વાંચો  – BSNL અને TATA વચ્ચે થઈ અગત્યની ડીલ; હવે JIO ની ખેર નહીં

 

Whatsapp share
facebook twitter