Apple News: સ્માર્ટફોનથી લઈને કોમ્પ્યુટર અને લેપટોપ બનાવવા માટે Apple એ વિશ્વની સૌથી મોટી કંપની છે. Apple ના સીઈઓ Tim Cook નું વિશ્વમાં સૌથી મોખરે સ્થાન આવે છે. તો Apple ઈવેન્ટ WWDC 24 એ વિશ્વનો સૌથી મોટા ઈવેન્ટનું આયોજન કરે છે. તો Apple અને Tim Cook ની વચ્ચે આજકાલ કોઈની સૌથી વધુ વાત થતી હોય, તો તે Craig Federighi છે.
-
લોકોમાં પ્રોટક્ટને લઈ ઉત્સાહ જગાડવામાં આવે છે
-
ટેક્નોલોજીની દુનિયામાં Coolest Apple થી ઓળખાય છે
-
આ મકામ Craig Federighi એ હાંસલ કર્યું
જ્યારે Craig Federighi કોઈ ઉપકરણ વિશે માહિતી આપે છે કે કોઈ નવી ટેક્નોલોજી વિશે વાત કરે છે. ત્યારે આખી દુનિયાના લોકો તેને ધ્યાન થઈને સાંભળે છે. કારણ કે… તેઓ Apple કંપનીના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ છે. તો Apple ની લિડરશીપની અંદર તેમની ખામ ભૂમિકા માનવામાં આવે છે. તેઓ સીધા Tim Cook સાથે કામનો રિપોર્ટ સંભાળે છે. પરંતુ કોઈ પ્રોટક્ટના લોન્ચ પહેલા Craig Federighi દ્વારા જે રીતે લોકોમાં પ્રોટક્ટને લઈ ઉત્સાહ જગાડવામાં આવે છે.
I’m convinced Craig Federighi has superpowers pic.twitter.com/awCMcZnALE
— Arav Arora 𝕏 (@aravarora_) June 13, 2024
ટેક્નોલોજીની દુનિયામાં Coolest Apple થી ઓળખાય છે
Craig Federighi છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક મીમ મટીરીયલ તરીકે ઉભરી આવ્યા છે. ઉદાહરણ તરીકે આ વર્ષે આયોજન કરવામાં આવેલા WWDC 24 ઈવેન્ટમાં Craig Federighi અને તેમની ટીમ Sky Diving કરીને Apple ગાર્ડના પહોંચ્યા હતા. તે ગાર્ડનમાંથી સ્ટેજ પર Craig Federighi એવી રીતે આવ્યા હતા, કે લોકોને લાગ્યું હતું કે આ કોઈ AI નો વીડિયો છે. તો ટેક્નોલોજીની દુનિયામાં તેમને Coolest Apple થી સંબોધવામાં આવે છે.
આ મકામ Craig Federighi એ હાંસલ કર્યું
તો એક સમયે Apple ના માલિક સ્ટીવ જોબ્સ જે રીતે વિશ્વમાં પ્રખ્યાત હતા કે તેઓ જ્યારે સ્ટેજ પર આવતા હતાં. ત્યારે લોકો માત્ર તેમને મંત્રમુગ્ઘ થઈને સાંભળતા હતા. અને દરેક લોકોની નજ માત્ર અને માત્ર સ્ટીવ જોબ્સ પર રહેતી હતી. ત્યારબાદ આ લોક પ્રસિદ્ધિ Tim Cook ને મળી હતી. ત્યારે આ મકામ Craig Federighi એ હાંસલ કર્યું છે.
આ પણ વાંચો: ELON MUSK ની ચોંકાવનારી ટિપ્પણી, કહ્યું – EVM મશીન થઈ શકે છે હેક!