+

Jio Down થતા યુઝર્સેએ X પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો

Jio Services Down: દેશભરમાં Jio યુઝર્સ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે તેઓ Jioના કારણે ઘણી મહત્વની એપ્સનો ઉપયોગ કરી શકતા નથી. આ એપ્સમાં WhatsApp, Instagram,…

Jio Services Down: દેશભરમાં Jio યુઝર્સ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે તેઓ Jioના કારણે ઘણી મહત્વની એપ્સનો ઉપયોગ કરી શકતા નથી. આ એપ્સમાં WhatsApp, Instagram, Facebook, X, Snapchat, YouTube સહિતની મોટી કંપનીઓની એપ્સ સામેલ છે. DownDetector નામની વેબસાઈટ અનુસાર, 54% થી વધુ વપરાશકર્તાઓ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે, 38% વપરાશકર્તાઓ Jio ફાઇબર સાથે સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને 7% વપરાશકર્તાઓ Jioના મોબાઇલ નેટવર્ક સાથે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

જિયો સર્વિસ ડાઉન

રિલાયન્સ જિયો સર્વિસ ડાઉન થવાને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરેશાન વપરાશકર્તાઓએ તેમનો ગુસ્સો સોશિયલ મીડિયા (Social media)પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) પર વ્યક્ત કર્યું છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે Jioની કસ્ટમર કેર તેમની ફરિયાદોનો જવાબ નથી આપી રહી. એક યુઝરે લખ્યું કે “ઈન્ટરનેટની સ્પીડ ઘણી ધીમી થઈ ગઈ છે અને જ્યારે મેં કસ્ટમર કેર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેઓએ મારો કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.” લોકોએ સોશિયલ મીડિયા પર આ સમસ્યા વિશે પોસ્ટ કર્યું.


આ સમસ્યા શા માટે થઈ?

સૌથી વધુ ફરિયાદો બપોરે 1.41 વાગ્યાની આસપાસ મળી હતી જે 2300ની આસપાસ હતી. આ પછી ધીમે ધીમે સમસ્યા ઓછી થઈ અને બપોરે 2.11 વાગ્યા સુધીમાં ફરિયાદોની સંખ્યામાં ઘટાડો થયો. પરંતુ, સાંજે ફરી 1900 જેટલી ફરિયાદો નોંધાઈ હતી. Jioની સેવામાં સમસ્યા કેમ આવી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ખરેખર, આજકાલ મોટાભાગના લોકો કોમ્યુનિકેશન અને મનોરંજન માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને જ્યારે ઈન્ટરનેટ અચાનક બંધ થઈ જાય છે ત્યારે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ  વાંચો  Google Gemini: ગૂગલે ભારતમાં કુલ 9 ભાષામાં Gemini AI એપ્લિકેશન કરી લોન્ચ

આ પણ  વાંચો  – Elon Musk ની મોટી કાર્યવાહી,2 લાખથી વધુ એકાઉન્ટ કર્યા BANNED

આ પણ  વાંચો  TRAI: ઓનલાઇન ફ્રોડથી બચવા માટે સરકારે શોધ્યો રસ્તો…

 

Whatsapp share
facebook twitter