+

Suspended PSI Kumbhani : સસ્પેન્ડેડ PSI CM કુંભાણીને ગૃહ વિભાગનો શિરપાવ!

સુરત ક્રાઈમબ્રાંચનાં (Surat Crime Branch) તત્કાલીન સસ્પેન્ડેડ PSI CM કુંભાણીને લઈ મોટા સમાચાર આવ્યા છે. અહેવાલ મુજબ, સસ્પેન્ડેડ PSI કુંભાણીને (Suspended PSI Kumbhani) ગૃહ વિભાગનો શિરપાવ મળ્યો છે. ફરજ મોકૂફ…

સુરત ક્રાઈમબ્રાંચનાં (Surat Crime Branch) તત્કાલીન સસ્પેન્ડેડ PSI CM કુંભાણીને લઈ મોટા સમાચાર આવ્યા છે. અહેવાલ મુજબ, સસ્પેન્ડેડ PSI કુંભાણીને (Suspended PSI Kumbhani) ગૃહ વિભાગનો શિરપાવ મળ્યો છે. ફરજ મોકૂફ PSI કુંભાણીને રાજકોટમાં (Rajkot) ફરી નોકરી આપવામાં આવી છે. PSI કુંભાણી પર આરોપ હતો કે તેમણે બળાત્કારી નારાયણ સાંઈ (Narayan Sai) પાસેથી રૂ. 1 કરોડની લાંચ લીધી હતી. તત્કાલીન DCP શોભા ભુતડાએ PSI કુંભાણીને રંગેહાથ ઝડપ્યા હતા.

નારાયણ સાંઈને બચાવવા રૂ. 13 કરોડમાં ડીલ કરી હોવાનો આરોપ

બળાત્કાર કેસમાં આરોપી લંપટ નારાયણ સાંઈ પાસેથી લાંચ લેવાના કેસમાં તત્કાલીન PSI કુંભાણીને ફરજ પરથી હટાવવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે, બળાત્કારના આરોપી લંપટ નારાયણ સાંઈને (Narayan Sai) બચાવવા માટે તત્કાલીન PSI CM કુંભાણીએ (Suspended PSI Kumbhani) રૂ. 13 કરોડમાં ડીલ કરી હતી. તેમણે બળાત્કારી નારાયણ સાંઈ પાસેથી રૂ. 1 કરોડની લાંચ લીધી હતી અને તત્કાલીન DCP શોભા ભુતડાએ (DCP Shobha Bhutada) કુંભાણીને લાંચે લેતા રંગેહાથ ઝડપ્યા હતા. PSI કુંભાણી અને નારાયણ સાંઈનાં સાધકો પાસેથી કરોડો રૂપિયા મળ્યા હતા.

ગૃહ વિભાગે રાજકોટમાં આપી નોકરી

જો કે, રૂ. 13 કરોડની ડીલ કરનારા PSI ને ગૃહ વિભાગે રાજકોટમાં (Rajkot) નોકરી આપી છે. આથી, CM કુંભાણી હવે રંગીલા રાજકોટ શહેરમાં નોકરી કરશે. ફરજ મોકૂફીમાંથી પુન:સ્થાપિત કરીને જાહેરહિતમાં CM કુંભાણીને નોકરી આપી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ, આ સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ (Ahmedabad Police Commissioner) નોકરીનો હુકમ પણ કર્યો છે. જો કે, તત્કાલીન PSI કુંભાણીને ફરી નોકરી આપવાનાં નિર્ણય સામે અનેક સવાલ ઊભા થયા છે.

આ પણ વાંચો – Ahmedbad : અકસ્માત બાદ Video બનાવી સરખેજ પોલીસ પર આક્ષેપ કરનાર યુવતીએ નોંધાવ્યું નિવેદન

આ પણ વાંચો – Ahmedabad : ‘ધંધા તો 2 નંબર કા કરને કા…’ દારૂની પેટીઓ વચ્ચે બુટલેગરે બાનાવી રીલ

આ પણ વાંચો – Chandipura Virus ને લઈ મોટા સમાચાર, વધ્યાં કેસ, સૌથી વધુ આ જિલ્લામાં

Whatsapp share
facebook twitter