+

World Cup 2023 : ભારત-પાક વચ્ચેની હાઇવોલ્ટેઝ મેચ પર ફરી શકે છે પાણી, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 14…

રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડશે.

 

આ અંગે અગાઉ વરસાદની શક્યતા ઓછી જોવામાં આવી રહી હતી પરંતુ હવામાન વિભાગના ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું હતું કે, 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે. જેમાં અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. તેમજ આગામી પાંચ દિવસમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે.

 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર અમદાવાદમાં વરસાદની શક્યતા લગભગ નહિવત છે. 14, 15 અને 16 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

 

ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ રહી શકે છે. તેમજ વેસટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. તેની સાથે જ દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહશે તો રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે.ઓક્ટોબરમાં રાજ્યમાં આકરો તાપ પડવાની સંભાવના છે. આગામી થોડા દિવસોમાં જ ગરમી વધશે.

 

અંબાલાલ પટેલે અગાઉ જ કરી છે આગાહી

આ અગાઉ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભારત-પાકિસ્તાન મેચમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે. 14 ઓક્ટોબરે પણ વાતાવરણમાં પલટા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. વરસાદ થતાં દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સંભાવના પણ છે. ભારે પવનના કારણે વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે

આ  પણ  વાંચો –IND VS PAK: ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન,14ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

 

Whatsapp share
facebook twitter