+

આ પૂર્વ ક્રિકેટર તો ઠગ નીકળ્યો! હોટેલ તાજ સાથે 5 લાખ અને રિષભ પંત સાથે કરી 1.6 કરોડની ઠગાઈ

નવી દિલ્હીની ચાણક્યપુરી પોલીસે હરિયાણાના એક ઠગની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, આરોપી હરિયાણા માટે અંડર-19 ક્રિકેટ રમી ચૂક્યો છે. આરોપીની ઓળખ મૃણાંક સિંહ તરીકે થઈ છે. તેણે જુલાઈ, 2022માં…

નવી દિલ્હીની ચાણક્યપુરી પોલીસે હરિયાણાના એક ઠગની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, આરોપી હરિયાણા માટે અંડર-19 ક્રિકેટ રમી ચૂક્યો છે. આરોપીની ઓળખ મૃણાંક સિંહ તરીકે થઈ છે. તેણે જુલાઈ, 2022માં તાજ પેલેસ હોટેલમાંથી રૂ. 5.53 હજારની છેતરપિંડી કરી હતી. ત્યારબાદ તેણે દાવો કર્યો હતો કે તે IPLની મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર, પોલીસ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે આરોપી મૃણાક સિંહે કર્ણાટકના વરિષ્ઠ IPS અધિકારી હોવાનો ઢોંગ રચીને દેશભરની ઘણી લક્ઝરી હોટેલોના માલિકો અને સંચાલકો સાથે છેતરપિંડી કરી હતી. તેની છેતરપિંડીનો ભોગ બનેલા લોકોમાં ટીમ ઈન્ડિયાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રિષભ પંત પણ સામેલ છે, જેની સાથે 2020-2021માં 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

હોટેલ સાથે આ રીતે કરી છેતરપિંડી

દિલ્હી પોલીસે જણાવ્યું કે, ઠગ મૃણાંક સિંહ હરિયાણાનો રહેવાસી છે અને અંડર-19નો ખેલાડી રહી ચૂક્યો છે. આ પછી તેણે લોકો સાથે છેતરપિંડી કરવાની યોજના બનાવી. સૌપ્રથમ તેણે વર્ષ 2022માં દિલ્હી સ્થિત તાજ પેલેસ હોટેલ સાથે રૂ. 5.53 હજારની છેતરપિંડી કરી હતી. ત્યાં તેણે એક રૂમ લીધો અને પોતાની ઓળખ કર્ણાટકના વરિષ્ઠ IPS અધિકારી તરીકે આપી.

  

જાળમાં રિષભ પંત પણ ફસાયો

ઠગ મૃણાંક અહીં જ ન અટક્યો. તે પોતાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખેલાડી પણ કહેતો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે મૃણાંકે ભારતભરમાં ઘણી લક્ઝરી હોટેલોના માલિકો અને સંચાલકોને સમાન યુક્તિઓની લાલચ આપીને છેતર્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી રિષભ પંત પણ આ ઠગ આરોપીનો શિકાર બન્યો છે. આ વાત 2 વર્ષ પહેલાની હતી. ત્યારબાદ પંતે તેની સામે 1.6 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ઠગ મૃણાંક સિંહે ઋષભ પંતને સસ્તા ભાવે લક્ઝરી ઘડિયાળો અપાવવાની લાલચ આપી હતી. મૃણાંકે બાઉન્સ ચેક દ્વારા પંતને છેતર્યો હતો. ઠગ અંડર-19 ક્રિકેટરે ત્યારે કહ્યું હતું કે, તેણે લક્ઝરી ઘડિયાળો, બેગ, જ્વેલરી વગેરેનો બિઝનેસ શરૂ કર્યો છે. બસ આટલું માનીને ઋષભ તેમની જાળમાં ફસાઈ ગયો હતો.

આ પણ વાંચો – IND vs SA 1st Test: બૉક્સિંગ ડે ટેસ્ટમાં રાહુલની શાનદાર બેટિંગ, સચિન અને ધોનીના આ રેકોર્ડ્સની કરી બરાબરી

Whatsapp share
facebook twitter