+

World Cup Final : ફાઈલન મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ, ઠેર ઠેર બિગ સ્ક્રીનની કરાઇ વ્યવસ્થા

વર્લ્ડ કપ 2023માં ભારતે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કોઈ મેચ હારી નથી અને હવે આ ટુર્નામેન્ટની ટાઈટલ મેચ 19 નવેમ્બરે  ફાઇનલ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી…

વર્લ્ડ કપ 2023માં ભારતે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કોઈ મેચ હારી નથી અને હવે આ ટુર્નામેન્ટની ટાઈટલ મેચ 19 નવેમ્બરે  ફાઇનલ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ફાઈનલની ટિકિટ માટે લોકોનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ જોવા ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

 

 

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે.ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ફાઈનલની ટિકિટ માટે લોકોનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ટિકિટ ન મળતા લોકો સ્ટેડિયમ પર ટિકિટ લેવા પહોંચ્યા છે. તો બીજી તરફ સ્ટેડિયમ ખાતે ઈન્ડિયાની ટીઃશર્ટ ટોપીનું પણ વેચાણ શરૂ થવા પામ્યું છે.ફાઈનલ મેચ જોવા ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

 

ફાઈનલ મેચને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે સ્ટેડિય બહાર ટીમ ઈન્ડિયાની ટી-શર્ટ તેમજ ટોપીનું પણ ધુમ વેચાણ થઈ રહ્યું છે. સ્ટેડિયમ બહાર પાથરણાવાળા ટીમ ઈન્ડીયાની ટોપી, ટી-શર્ટ વેચવા માટે આવતા લોકોની ખરીદી માટે ભીડ જામી છે. ત્યારે ફાઈનલ મેચ જોવા માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વિવિધ  ક્લબમાં ફાઇનલ  મેચને  લઈને  આયોજન  કરવામાં  આવ્યું  છે

 

આ  પણ  વાંચો –

 

Whatsapp share
facebook twitter