+

T20 WC 2026: આ ટીમો થઇ ક્વોલિફાય, આ દેશોને મળી એન્ટ્રી

T20 World Cup  : USA અને વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા ICC T20 વર્લ્ડકપ 2024માંથી પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા જેવી મોટી ટીમો પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન…

T20 World Cup  : USA અને વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા ICC T20 વર્લ્ડકપ 2024માંથી પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા જેવી મોટી ટીમો પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ છેલ્લી ક્ષણે સુપર-8માં પ્રવેશ્યું હતું. વર્તમાન વર્લ્ડકપમાં સુપર-8 માત્ર ટુર્નામેન્ટના આગલા રાઉન્ડમાં પ્રવેશવા માટેનું પગથિયું નથી, પરંતુ આ 8 ટીમો 2026માં યોજાનાર T20 વર્લ્ડકપ માટે પણ ક્વોલિફાય થશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2026માં યોજાનાર વર્લ્ડકપ માટે 12 ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે.

ભારત અને શ્રીલંકા કરશે યજમાની

ભારત અને શ્રીલંકાને 2026 T20 વર્લ્ડકપની યજમાની સોંપવામાં આવી છે. વર્તમાન વર્લ્ડકપમાંથી ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, યુએસએ, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે સુપર 8માં પ્રવેશ કરીને 2026ની ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. પાકિસ્તાન, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ T20 વર્લ્ડકપ 2024માં સુપર 8 માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ બે વર્ષ પછી વર્લ્ડકપ માટે ક્વોલિફાય થયા છે.

CC T20 રેન્કિંગે આગામી વર્લ્ડકપ માટે તેમની ક્વોલિફિકેશન નક્કી કરી છે. ન્યુઝીલેન્ડ છઠ્ઠા સ્થાને, પાકિસ્તાન સાતમા અને આયર્લેન્ડ 11મા ક્રમે છે. શ્રીલંકાએ પણ યજમાન તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે.

ICC T20 વર્લ્ડકપ 2026 માટે ક્વોલિફાઈડ ટીમો

ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુએસએ, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન.

બાકીની 8 ટીમ કેવી રીતે ક્વોલિફાય થશે?

યુરોપ ક્વોલિફાયરમાંથી 2 ટીમો, પૂર્વ એશિયા પેસિફિક ક્વોલિફાયર અને અમેરિકા ક્વોલિફાયરમાંથી 1-1 ટીમ અને એશિયા ક્વોલિફાયર અને આફ્રિકા ક્વોલિફાયરમાંથી 2-2 ટીમો વર્લ્ડકપ માટે ક્વોલિફાય થશે. ઉલ્લેખનીય છે કે ભારત અને શ્રીલંકા વર્ષ 2026માં યોજાનાર ICC T20 વર્લ્ડકપની યજમાની કરશે. આવી સ્થિતિમાં, 12 સિવાય બાકીની 8 ટીમો કોણ હશે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ  વાંચો – Indian Football Team ક્વોલિફાયર ન થતાં કોચને મળી આ સજા

આ પણ  વાંચો – Gautam Gambhir ના લિસ્ટમાં રહેલા આ 4 નામો તમને ચોંકાવી દેશે…

આ પણ  વાંચો – બાંગ્લાદેશની જીત સાથે T20 World Cup 2024માં સુપર-8ની સ્થિતિ સ્પષ્ટ, જાણો કઇ ટીમો વચ્ચે થશે ટક્કર

Whatsapp share
facebook twitter