+

SRH vs RR : રાજસ્થાનને હરાવીને હૈદરાબાદ ફાઇનલમાં પહોંચ્યું, કોલકાતા સામે થશે ટક્કર

SRH vs RR : સનરાઇઝર્સ હૈદરાબાદે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હૈદરાબાદે 24 મે (શુક્રવાર) ના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન…

SRH vs RR : સનરાઇઝર્સ હૈદરાબાદે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હૈદરાબાદે 24 મે (શુક્રવાર) ના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવ્યું. મેચમાં રાજસ્થાનને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે સાત વિકેટે 139 રન જ બનાવી શકી હતી. હવે ફાઈનલ મેચમાં હૈદરાબાદનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે થશે. કોલકાતાએ પ્રથમ ક્વોલિફાયરમાં હૈદરાબાદને હરાવીને જ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

રાજસ્થાન રોયલ્સે 24 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી

176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે 24 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ટોમ કોહલર કેડમોર 16 બોલમાં માત્ર 10 રન બનાવી શક્યો હતો. પાવરપ્લેના અંતે આરઆરએ એક વિકેટના નુકસાને 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સંજુ સેમસન વચ્ચે 41 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ આઠમી ઓવરમાં જયસ્વાલ 42 રનના સ્કોર પર અબ્દુલ સમદના હાથે કેચ આઉટ થયો હતો. બીજી જ ઓવરમાં સેમસન પણ 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાજસ્થાનનો સ્કોર 10 ઓવરમાં 3 વિકેટે 73 રન હતો. આરઆર માટે વસ્તુઓ સુધરી રહી ન હતી કારણ કે શાહબાઝ અહેમદે 12મી ઓવરમાં રિયાન પરાગ (6 રન) અને રવિચંદ્રન અશ્વિન (0 રન)ની વિકેટ લઈને રાજસ્થાનની બેટિંગની કમર તોડી નાખી હતી.

SRHનો 36 રને વિજય થયો

15 ઓવરમાં આરઆરએ 6 વિકેટ ગુમાવીને 102 રન બનાવ્યા હતા અને ટીમને જીતવા માટે હજુ 74 રનની જરૂર હતી. આગામી 2 ઓવરમાં 21 રન આવ્યા, પરંતુ 18મી ઓવરમાં SRHની જીત લગભગ નિશ્ચિત હતી. ટી નટરાજને રોવમેન પોવેલને 6 રન પર આઉટ કર્યો હતો, પરંતુ ધ્રુવ જુરેલ હજુ પણ ક્રિઝ પર હતો. 19મી ઓવરમાં 10 રન આવ્યા, જેના કારણે રાજસ્થાન માટે છેલ્લા 6 બોલમાં 42 રન બનાવવું અશક્ય હતું. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરઆર માત્ર 139 રન બનાવી શકી હતી. આ સાથે SRHનો 36 રને વિજય થયો છે.

 

અભિષેક અને શાહબાઝે બોલ સાથે તબાહી મચાવી હતી

ટાર્ગેટનો પીછો કરતી વખતે રાજસ્થાનનો સ્કોર એક સમયે એક વિકેટે 65 રન હતો, પરંતુ તે પછી ડાબા હાથના સ્પિનરો શાહબાઝ અહેમદ અને અભિષેક શર્માએ સાથે મળીને ટેબલ ફેરવી દીધું હતું. શાહબાઝની સાથે યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને આર. અશ્વિન આઉટ. અભિષેકે સંજુ સેમસન અને શિમરોન હેટમાયરની વિકેટ લીધી હતી. ધ્રુવ જુરેલે ચોક્કસપણે 35 બોલમાં અણનમ 56 રન બનાવીને રાજસ્થાનને મેચમાં પરત લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. જુરેલે તેની અણનમ ઇનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. યશસ્વીએ 21 બોલમાં 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. શાહબાઝે ચાર ઓવરમાં 23 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે અભિષેકે ચાર ઓવરમાં 24 રન આપીને બે સફળતા હાંસલ કરી હતી. ટી. નટરાજન અને પેટ કમિન્સને પણ એક-એક વિકેટ મળી હતી.

 

26મી મેના રોજ KKR સામે ફાઇનલ

કોલકાતા નાઈટ રાઈડર્સે ક્વોલિફાયર 1માં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને IPL 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. SRH પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હોવાથી, તેને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળી. હવે બીજી ક્વોલિફાયર મેચમાં હૈદરાબાદે રાજસ્થાનને હરાવીને ટાઇટલની ટક્કરમાં જગ્યા બનાવી લીધી છે. હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે ફાઇનલ મેચ 26 મેના રોજ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે.

આ પણ  વાંચો Pakistan Squad : T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ટીમનું એલાન, આ સ્ટાર ઓલરાઉન્ડરની બાદબાકી

આ પણ  વાંચો હાર્દિક અને નતાશાના સંબંધમાં પડી તિરાડ! વાત પહોંચી શકે છે છૂટાછેડા સુધી

આ પણ  વાંચો – RCB ની હાર સાથે આ સ્ટાર ખેલાડીની 20 વર્ષ લાંબી ક્રિકેટ કારકિર્દીનો આવ્યો અંત!

Whatsapp share
facebook twitter