+

Shubhman Gill : યુવા ખેલાડીએ વર્ષ 2023 માટે નક્કી કર્યા હતા આ લક્ષ્ય, હવે કહી આ વાત!

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે (Shubhman Gill) વર્ષ 2023 માટે કેટલાક લક્ષ્ય નક્કી કર્યા હતા. આ લક્ષ્યોની એક લિસ્ટ તૈયારી કરીને તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ…

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે (Shubhman Gill) વર્ષ 2023 માટે કેટલાક લક્ષ્ય નક્કી કર્યા હતા. આ લક્ષ્યોની એક લિસ્ટ તૈયારી કરીને તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરી હતી. દરમિયાન શુભમન ગિલે એક તસવીર શેર કરી જણાવ્યું કે, તે કેટલા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં તે સફળ રહ્યો છે.

જણાવી દઈએ કે, ગિલે (Shubhman Gill) તેની પોસ્ટમાં લખ્યું કે, વર્ષ 2023 સમાપ્ત થવાની સાથે, આ વર્ષ અનુભવ, કેટલીક શાનદાર મોજ-મસ્તી અને નવું શીખવાથી ભરેલું રહ્યું. જો કે, વર્ષનો અંત યોજના પ્રમાણે નથી થયો, પરંતુ હું ગર્વથી કહી શકું છું કે અમે અમારા લક્ષ્યથી ખૂબ જ નજીક આવી ગયા હતા. આવનાર વર્ષ નવા પડકારો અને નવા અવસર લઈને આવશે. આશા છે કે, અમે 2024 માં અમારા લક્ષ્યોની નજીક પહોંચીશું. મને આશા છે કે તમે જે પણ કરી રહ્યા છો તેમાં તેમને ખુશી, આનંદ, પ્રેમ અને તાકાત મળશે.

 

View this post on Instagram

 

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

ગિલ માટે 2023 વર્ષ સારું રહ્યું

ગિલે જે ફોટો પોસ્ટ કર્યો છે, તેમાં દેખાય છે કે વર્ષ 2023ની શરૂઆતમાં ગિલે (Shubhman Gill) પોતાના માટે જે લક્ષ્યો નક્કી કર્યા હતા, તેમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારવી, ઓરેન્જ કેપ જીતવી, વર્લ્ડ કપ ટ્રોફી જીતવી સામેલ છે. આમાં પરિવારને ખુશી આપવી અને પોતાની સંભાળ રાખવી પણ સામેલ છે. જણાવી દઈએ કે, વર્ષ 2023 ના પહેલા મહિનામાં શુભમન ગિલે ન્યુઝીલેન્ડ (New Zealand) સામે શાનદાર ODI બેવડી સદી ફટકારી અને આવું કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. તેણે આ વર્ષે વન ડેમાં 60થી વધુની એવરેજથી 1584 રન બનાવ્યાં, જેમાં 6 સદીનો પણ સમાવેશ થાય છે. ટી20માં (T20 Match) પણ ગિલનું બેટ સારું બોલે છે. તે ઓસ્ટ્રેલિયા (Australia) સામે હોમ ગ્રાઉન્ડ પર સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો – Mann Ki Baat : PM મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના કર્યા વખાણ, કહ્યું- ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી…

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter