+

PCB : પાકિસ્તાન ક્રિકેટમાં મોટો ફેરફાર, PCB એ આ બે દિગ્ગજને કર્યા બહાર

Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ(Pakistan Cricket TeaM) હાલમાં ફરી પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની હાર અને સુપર 8માં પણ પ્રવેશ ન કરી શકવાથી…

Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ(Pakistan Cricket TeaM) હાલમાં ફરી પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની હાર અને સુપર 8માં પણ પ્રવેશ ન કરી શકવાથી આ પ્રકારના ફેરફારની શક્યતા પહેલાથી જ લગાવવામાં આવી રહી હતી. જે હવે શરૂ પણ થઈ ગઈ છે. દરમિયાન PCBએ એક મોટો નિર્ણય લીધો છે અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના બે પસંદગીકારોને બહારનો રસ્તો બતાવ્યો છે. જોકે, PCBએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એવું માનવામાં આવે છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં પણ આવું થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં કેટલાક વધુ ફેરફારો પણ જોવા મળી શકે છે.

વહાબ રિયાઝ અને અબ્દુલ રઝાકને બહાર  થયા

T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનના નિરાશાજનક પ્રદર્શન બાદ વહાબ રિયાઝ અને અબ્દુલ રઝાકને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પસંદગીકારો તરીકે બરતરફ કરવામાં આવ્યા છે. અબ્દુલ રઝાક, જેમને થોડા અઠવાડિયા પહેલા જ પુરૂષ અને મહિલા બંને ટીમોની પસંદગી સમિતિમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા, તે હવે મહિલા ટીમના પસંદગીકાર તરીકે પણ કામ કરશે નહીં. ESPN ક્રિકઇન્ફોના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પસંદગી સમિતિની ફરીથી રચના કરવામાં આવે તેવી શક્યતા છે. અત્યાર સુધી PCBએ સિલેકશન કમિટીમાં ચીફ સિલેક્ટરનું પદ નાબૂદ કર્યું હતું, જેને હવે ફરીથી બનાવવાની વાત થઈ રહી છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પસંદગી સમિતિમાં સભ્યોની સંખ્યા ઘટાડવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનના પસંદગીકારો સતત બદલાતા રહે છે

વહાબ રિયાઝે ટી20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન ટીમ સાથે સિનિયર ટીમ મેનેજરની ભૂમિકા પણ ભજવી હતી. પીસીબી ચીફ એ બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે જો ટીમ સારૂ પ્રદર્શન નહીં કરે તો કોઈપણ ખુરશી ખતરામાં હોઈ શકે છે, કોઈએ સલામતી અનુભવવી જોઈએ નહીં. છેલ્લા ચાર વર્ષમાં પીસીબીએ છ મુખ્ય પસંદગીકારોને જોયા છે. આમાં વહાબ રિયાઝ, હારૂન રાશિદ, શાહિદ આફ્રિદી, ઇન્ઝમામ-ઉલ-હક, મોહમ્મદ વસીમ અને મિસ્બાહ-ઉલ-હકનો સમાવેશ થાય છે, જો કે આ પદ પર લાંબા સમય સુધી કોઈ રહી શક્યું ન હતું અને તેઓ સમયાંતરે જતા રહ્યા હતા.

બાબર આઝમની કેપ્ટનશીપ અંગે પણ પીસીબીએ નિર્ણય કરશે .

T20 વર્લ્ડ કપમાં બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને અમેરિકા જેવી નબળી ગણાતી ટીમ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે પણ તેને શાનદાર મેચમાં હરાવ્યો હતો. આ સાથે પાકિસ્તાનની સુપર 8માં જવાની શક્યતાઓ પણ ખતમ થઈ ગઈ હતી. ODI વર્લ્ડ કપ 2023માં પણ ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. સંભવ છે કે આવનારા સમયમાં કેટલાક વધુ લોકો પર આરોપ મુકવામાં આવે. હાલમાં પીસીબી કેપ્ટન બાબર આઝમ અંગે પણ નિર્ણય લઈ શકે છે કે શું તે કેપ્ટન તરીકે પોતાની ઇનિંગ્સ ચાલુ રાખશે કે નવો કેપ્ટન મળશે. દરમિયાન, એ નિશ્ચિત છે કે આગામી સમયમાં પાકિસ્તાન ક્રિકેટમાંથી કેટલાક વધુ મોટા સમાચારો સામે આવી શકે છે.

આ પણ  વાંચો  – ભારતીય ટીમના HEAD COACH તરીકે GAUTAM GAMBHIR ના નામની કરાઇ જાહેરાત

આ પણ  વાંચો  હવે ICC એ JASPRIT BUMRAH ને આપી આ ખાસ ભેટ, વાંચો અહેવાલ

આ પણ  વાંચો  – Reliance Foundation ની જ્યોતિ યારાજી Olympics માં 100 મીટર દોડમાં ક્વોલિફાય થનાર પહેલી ભારતીય મહિલા બની

Whatsapp share
facebook twitter