+

IPL Update : IPLશિડ્યૂલમાં થયો મોટો ફેરફાર,આ શહેરમાં રમાશે ફાઇનલ

IPL 2024 Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના બીજા તબક્કાનું શિડ્યૂલ (IPL Update)જાહેર કરવામાં આવ્યું છે. આઈપીએલની આ 17મી સિઝન છે અને તેની શરૂઆત 22મી માર્ચથી થઈ હતી. થોડા દિવસો પહેલા…

IPL 2024 Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના બીજા તબક્કાનું શિડ્યૂલ (IPL Update)જાહેર કરવામાં આવ્યું છે. આઈપીએલની આ 17મી સિઝન છે અને તેની શરૂઆત 22મી માર્ચથી થઈ હતી. થોડા દિવસો પહેલા 17મી સિઝનના પ્રથમ તબક્કાનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીની મેચોનો સમાવેશ થાય છે.

 

હવે ફાઇનલ મેચ સુધીનો કાર્યક્રમ (IPL Update)જાહેર કરવામાં આવ્યો છે. ફાઈનલ મેચ 26 મે 2024ના રોજ ચેન્નાઈમાં રમાશે. ઉપરાંત પ્લેઓફની પ્રથમ ક્વૉલિફાયર મેચ 21 મેના રોજ અને એલિમિનેટર મેચ 22 મેના રોજ અમદાવાદમાં રમાશે. તેમજ બીજી ક્વોલિફાયર મેચ 24 મેના રોજ ચેન્નાઈમાં રમાશે.

 

ફાઇનલ મેચ ચેન્નાઈમાં  રમાશે

IPLમાં ફાઇનલ મેચ ઘણીવાર ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. તેથી, આ વર્ષે ફાઇનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એટલે કે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં લીગ રાઉન્ડની 70 મેચો અને પ્લેઓફની 4 મેચો સહિત 74 મેચો રમાશે.

ચૂંટણીને  લઈને  IPL ના શિડ્યૂલ મોટો ફેરફાર

લોકસભાની ચૂંટણીને કારણે આ વર્ષે બે ફેઝનું IPLનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે.પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. લોકસભા માટે મતદાન બે મહિનાથી વધુ સમય સુધી ચાલશે. તેથી, IPL 2024ના બીજા તબક્કાનું શિડ્યૂલ ચૂંટણીના તબક્કા અને મતદાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

 

ભારતમાં જ રમાશે તમામ મેચ

છેલ્લા કેટલાક સમયથી ભારત સિવાય અન્ય દેશો પણ IPLનું આયોજન કરી રહ્યા છે. ગયા વર્ષે યુએઈમાં પણ આઈપીએલની મેચો રમાઈ હતી. પરંતુ આ વખતે સમગ્ર આઈપીએલ 2024 ભારતમાં જ યોજાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી દીધી છે. આટલું જ નહીં, આ ટૂર્નામેન્ટમાં કોઈ બ્રેક નહીં આવે

 

 

આ  પણ  વાંચો – RCB VS PBKS : કિંગ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે ટકરાશે ગબ્બર ધવનની પંજાબ સાથે, જાણો શું હશે મેચના હાલ

આ  પણ  વાંચો – GT vs MI : સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને જોતા જ ફેન્સે રોહિત-રાહિતના લગાવ્યા નારા

આ  પણ  વાંચો – IPL Points Table : રાજસ્થાને એક જીત સાથે મેળવ્યું પ્રથમ સ્થાન, આ ટીમો ટોપ-4 માં

 

Whatsapp share
facebook twitter