+

India Vs England : રોહિત શર્મા ટોસ હાર્યા પછી પણ કેમ ખુશ થયા?

India Vs England :  વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડે ગયા ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને હરાવીને ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર કરી દીધું હતું. ટીમ ઈન્ડિયા પાસે આ હારનો બદલો લેવાની તક છે.…

India Vs England :  વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડે ગયા ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને હરાવીને ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર કરી દીધું હતું. ટીમ ઈન્ડિયા પાસે આ હારનો બદલો લેવાની તક છે. ગુરુવારે ટી20 વર્લ્ડ કપ-2024ની બીજી સેમિફાઈનલમાં બંને ટીમો આમને-સામને છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતે ત્રણ સ્પિનરો સાથે એન્ટ્રી કરી

બંને ટીમોએ તેમના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે રોહિત શર્મા અને બટલરે એ જ ટીમોને મેદાનમાં ઉતાર્યા છે જે તેઓ અગાઉની મેચમાં મેદાનમાં ઉતર્યા હતા. ટીમ ઈન્ડિયાએ ત્રણ સ્પિનરો સાથે એન્ટ્રી કરી છે.

પીચ સ્પિનરો માટે મદદરૂપ છે

પીચ રિપોર્ટમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે પીચ સ્પિનરો માટે મદદરૂપ છે અને અહીં બેટિંગ કરવી આસાન નહીં હોય. તેણે કહ્યું હતું કે અહીં જે પણ કેપ્ટન ટોસ જીતે તે પહેલા બેટિંગ કરવા માંગે છે, પરંતુ બટલરે તેનાથી વિપરીત નિર્ણય લીધો અને બોલિંગ પસંદ કરી. બટલરના આ નિર્ણયથી સ્ટાર સ્પોર્ટ્સની પેનલના તમામ નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.પિચ અંગે બટલરે કહ્યું, “તે સારી પિચ જેવી લાગે છે. દરેક જણ આ મેદાન પર ઓછા ઉછાળાની વાત કરી રહ્યા છે. વરસાદ પડી રહ્યો છે તેથી અમને લાગે છે કે પહેલા બોલિંગ કરવી ફાયદાકારક રહેશે.

ભારત માટે ખુશી

બટલરે પ્રથમ બોલિંગ કરવી ભારત માટે ફાયદાકારક હતી કારણ કે રોહિત શર્માએ ટોસ સમયે કહ્યું હતું કે તે પહેલા બેટિંગ કરવા માંગે છે. એટલે કે ટીમ ઈન્ડિયાને જે જોઈતું હતું તે મળ્યું. રોહિતે કહ્યું, “અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. હવામાન સાફ દેખાઈ રહ્યું છે. આ એક મોટી મેચ છે અને અમે બોર્ડ પર રન લગાવવા માંગીએ છીએ. પિચ સૂકી લાગે છે. આશા છે કે પછીથી પિચ ધીમી પડશે.

આ પણ  વાંચો – IND vs ENG : ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો લીધો નિર્ણય

આ પણ  વાંચો – Vadodara: ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરવા કોફીથી બનાવી પેઈન્ટિંગ, જુઓ video

આ પણ  વાંચો – T20 World Cup : ટીમ ઇન્ડિયાને મળ્યો ગુરુમંત્ર,ટાઈટલ જીતવા કરવું પડશે આ કામ

Whatsapp share
facebook twitter