+

IND vs ENG : યશસ્વી જયસ્વાલે ફટકારી બેવડી સદી,આ ખાસ ક્લબમાં થયો સામેલ

Yashasvi Jaiswal : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિઝાગ (Visakhapatnam) ના ડૉ.વાય.એસ. બીજી ટેસ્ટ મેચ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહી છે. આજે  મેચનો બીજો દિવસ છે. આજની મેચની સૌથી…

Yashasvi Jaiswal : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિઝાગ (Visakhapatnam) ના ડૉ.વાય.એસ. બીજી ટેસ્ટ મેચ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહી છે. આજે  મેચનો બીજો દિવસ છે. આજની મેચની સૌથી મોટી ખાસિયત યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) ની બેવડી સદી હતી. જોકે, તેની બેવડી સદી ફટકાર્યાના થોડા જ સમયમાં યશસ્વી જયસ્વાલ 209 રન બનાવી જેમ્સ એન્ડરસનનો શિકાર બની હતી.

 

ટેસ્ટમાં ભારત માટે સૌથી નાની ઉંમરે 200 રન બનાવનાર ક્રિકેટર

21 વર્ષ 35 દિવસ, વિનોદ કાંબલી 224 વિ ઈંગ્લેન્ડ, મુંબઈ 1993
21 વર્ષ 55 દિવસ, વિનોદ કાંબલી 227 વિ ઝિમ્બાબ્વે, દિલ્હી 1993
21 વર્ષ 283 દિવસ, સુનીલ ગાવસ્કર 220 vs વેસ્ટ ઈન્ડિઝ, પોર્ટ ઓફ સ્પેન 1971
22 વર્ષ 37 દિવસ, યશસ્વી જયસ્વાલ 201* વિ ઈંગ્લેન્ડ, વિઝાગ, 2024

 

પ્રથમ દિવસે શું થયું હતું

મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા છે. ઓપનર યશસ્વી જયસ્વાલ 179 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. તે સિવાયના કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યા નહોતા. દિવસના અંતે રવિચંદ્રન અશ્વિન 5 રને રમતમાં હતો. કેપ્ટન રોહિત શર્મા 14 રન, શુભમન ગિલ 34 રન, શ્રેયસ ઐયર 27 રન, ડેબ્યૂ મેન રજત પાટીદાર 32 રન, અક્ષર પટેલ 27 રન, એસ ભરત 17 રન બનાવી આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીર અને રેહાન અહમદને 2-2 વિકેટ મળી હતી. જ્યારે જેમ્સ એન્ડરસન અને ટોમ હર્ટલીને 1-1 સફળતા મળી હતી.

ભારતીય ટીમમાં ત્રણ બદલાવ

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ માત્ર ત્રણ સ્પિનરો અને બે ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી છે. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાના કારણે બહાર છે. સાથે જ મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન રોહિતે કહ્યું કે જાડેજાની જગ્યાએ કુલદીપ, રાહુલની જગ્યાએ રજત પાટીદાર અને સિરાજની જગ્યાએ મુકેશ કુમાર રમી રહ્યો છે.

 

રજત પાટીદારનું ડેબ્યુ

મધ્યપ્રદેશના બેટ્સમેન રજત પાટીદારે ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું, તેને ટેસ્ટ મેચની શરૂઆત પહેલા ભારતીય દિગ્ગજ બોલર ઝહીર ખાને ટેસ્ટ કેપ આપી હતી. રજતે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં 32 રન બનાવ્યા હતા. તે કમનસીબે રેહાનના બોલથી બોલ્ડ થયો હતો. શોએબ બશીરે પણ આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. શોએબ પાકિસ્તાની મૂળનો બોલર છે. વિઝા સંબંધિત સમસ્યાઓના કારણે તે હૈદરાબાદમાં પ્રથમ મેચ રમી શક્યો નહોતો. ઈંગ્લેન્ડની ટીમે પણ આ મેચમાં માર્ક વૂડની જગ્યાએ અનુભવી જેમ્સ એન્ડરસનને મેદાનમાં ઉતાર્યો હતો.

 

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રજત પાટીદાર, અક્ષર પટેલ, એસ ભરત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર

ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11

જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકિપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.

 

આ પણ – IND vs ENG 2nd Test : જયસ્વાલ સામે ઈંગ્લેન્ડના બોલરો ઘૂંટણીએ, સદી ફટકારી આ ખાસ ક્લબમાં થઇ Entry

 

Whatsapp share
facebook twitter